ગુજરાત

સો સિદ્ધાંતો કરતા એક સત્કર્મ સારું” જય ભગવાન યુવક સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ દ્વારા શેક્ષણિક કીટ વિતરણ

સુરત શહેર અનેક વિધ સેવા પ્રવૃત્તિ કરતી જય ભગવાન યુવક સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ દ્વારા પિતા વિહોણા બાળકો ને દત્તક લઈ તેના શિક્ષણ માટે શેક્ષણિક સહાયકીટ વિતરણ કરતા જય ભગવાન યુવક સેવા સંસ્થા દ્વારા દર માસે આવા બાળકો ના પરિજન રાશન કીટ ઘેર બેઠા પહોંચાડવા માં આવે છે 

વિદ્યા વિનય આપે છે વિનય થી માણસ યોગ્યતા પ્રાપ્ત કરે છે  યોગ્યતા ના લીધે તે ઘન મેળવે ધન વડે ધર્માચારણ કરે અને સુખ પ્રાપ્ત કરે છે જગત ના સૌથી પ્રાકૃતિક ધર્મ એટલે દાન છે આ સિદ્ધાંત સાથે જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના યુવાનો કોઈ સુખી સંપન્ન નથી સામાન્ય પરિવાર માંથી આવતા યુવાનો દિવસે પોતા ના પરિવાર માટે કામ  ધંધો નોકરી રોજગાર કરી પોતા ના પરિવાર નું ગુજરાન ચલાવે છે રોજ રાત્રી એ આ સંસ્થા ના યુવાનો જરૂરિયાત મંદ આર્થિક પછાત બીમાર અનાથ વ્યક્તિ માટે જરૂરી મદદ માટે અલગ અલગ વિસ્તારો રાશન કીટ કપડાં ખાદ્ય દ્રવ્ય દવા જેવી જરૂરી સામગ્રી પહોંચાડે છે શેક્ષણિક સત્ર પ્રારંભે જ આવા દતક પરિવારો ના બાળ વિધાર્થી ઓને સંસ્થા અને સંસ્થા ના ઉદારદિલ દાતાશ્રી જીતેન્દ્રભાઈ બાબરિયા પ્રેમવતી ગોલ્ડ લલિતા ચોકડી કતારગામ તરફ થી સ્કૂલબેગ અને મેઘ સાડી ગ્રુપ સુરત શૈલેષભાઈ નારોલા, કિશોરભાઈ અને સતીશભાઈ તરફથી શૈક્ષણિક સંશાધનો ની સ્ટેશનરી કિટ્સ બોલપેન સેટ, સ્કેચપેન સેટ, બુક્સ કંપાસ સેટ સહિતની શૈક્ષણિક કીટ તેમજ સંસ્થા ના યજમાન લાભુભાઈ જેરામભાઈ કાસોદરિયા તરફથી વોટર બેગ અર્પણ કરવામાં આવી હતી.

જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંસ્થા ના ૨૬૦ થી વધુ સભ્યો અને દિલદાર દાતા શ્રીઓ આર્થિક સહયોગ થી નિઃસહાય બાળ વિધાર્થી ઓ માટે સેવા નો સેતુ બનતી સંસ્થા અને તેમના દાતાશ્રીઓની સેવાકિય પ્રવૃતિ કોઈ પણ ગરીબ પરિવાર નું સંતાન નિરક્ષરતા માં પડ્યું ન રહે તેની ખેવના રાખવા માં આવે છે વિદ્યાદાન થી મોટું કોઈ દાન નથી વિદ્યાદાન મહાદાન છે તમામ બાળકો પર માઁ સરસ્વતી ની કૃપા વરસતી રહે અને સંસ્થાના દાતાશ્રીઓ તથા તમામ સભ્યશ્રી ના સેવાશ્રમ પુરુષાર્થ પરિશ્રમ થી ગરીબ પરિજન ના બાળકો ને પણ જરૂરી શિક્ષણ સુવિધા ઓ સહેલાય થી ઉપલબ્ધ થાય તેવા સુંદર અભિગમ સાથે જય ભગવાન યુવક સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો “સો સિદ્ધાંતો કરતા એક સત્કર્મ સારું” ની યુક્તિ એ જય ભગવાન યુવક સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ ની ટિમ દ્વારા શેક્ષણિક કીટ વિતરણ થી અનેક વિદ્યાર્થી ઓના ચહેરા ઉપર સંતોષ જોવા મળ્યો હતો           

Related Posts