fbpx
અમરેલી

અમરેલી જીલ્લા યુથ કોંગ્રેસની ચુંટણીમાં દેવરાજ બાબરીયાનો ભવ્ય વિજય

તાજેતર માં ગુજરાત પ્રદેશના સમગ્ર જીલ્લામાં યુથ કોંગ્રેસના સંગઠન મજબુત બનાવવા માટે યુથ કોંગ્રેસ ના તમામ ફેકલ્ટોની ઓનલાઈન ચુંટણી યોજનામાં આવેલ હતી, જેમાં અમરેલી જીલ્લા ના પ્રમુખ તરીકે શ્રી દેવરાજ બાબરીયા એ ઝંપલાવી શ્રી દેવરાજ બાબરીયા અમરેલી જીલ્લામાં છેલ્લા ૧પ વર્ષથી કાર્યશીલ છે, અને યુવાનોમાં જબરી લોકચાહના ધરાવે છે, તે વિદ્યાર્થી કાળ થી જ યુવાનોનું પ્રતિનિધિત્વ કરતા રહયા છે, લડાયક મિઝાજ ધરાવતા દેવરાજ બાબરીયા વિદ્યાર્થીઓના દરેક પ્રશ્નો માટે સતત લડતા આવ્યા છે, અને સુખદ પરિણામ લાવ્યા છે.
તેઓની આ કામ કરવાની પધ્ધતિ થી રાજકીય ક્ષેત્રે કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનોના ચહીતા અને મળતાવડા સંભાવ દરેક આગેવાનો સાથે વ્યકિત સાથે સારા સંબંધો વિકસાવ્યા છે.
જેઓએ તાજેતર માં આ ચુંટણીમાં હથાર્થ મહેનત કરીને યુથ કોંગ્રેસના ઓનલાઈન સભ્યોની નોંધણી કરીને કુલ ૬૧૦૮ મતદારો માંથી ૩પપર મત મેળવીને જંગી વિજય પ્રાપ્ત કર્યો છે અને પોતાની પ્રતિષ્ઠામાં એક યશ કલંગી નો વધારે ઉમેરો કર્યો છે, આ વિજય બાદ તેઓએ તમામ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, તથા યુથ કોંગ્રેસના મતદારોનો દીલ થી આભાર વ્યકત કર્યો છે.
આગામી દિવસોમાં યુથ કોંગ્રેસમાં વધારે માં વધારે યુવાનો જોડાય અને કોંગ્રેસ પાર્ટીને મજબુત કરી આગામી વિધાનસભા ચુંટણીમાં તેનું સારૂ પરિણામ મળે તેના માટે મહેનત અને પ્રયત્ન આજ થી જ શરૂ કરી દીધેલ છે.
તેમજ અમરેલી વિધાનસભા પ્રમુખ તરીકે મોહનીશ ગોંડલીયા (મોનીલ)એ ભવ્ય વિજય પ્રાપ્ત કરેલ છે, લાઠી–બાબરા વિધાનસભા પ્રમુખ તરીકે રાજુભાઈ કનાડા, સા.કુંડલા વિધાનસભા પ્રમુખ કુમન રૈયાણી, રાજુલા–જાફરાબાદ વિધાનસભાના પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ વાઘ ધારી–બગસરા વિધાનસભાના પ્રમુખ તરીકે હિરેનભાઈ સલ્લાનો ભવ્ય વિજય થયેલ છે. આતકે દરેક વિધાનસભા પ્રમુખ તરીકે તમામ ધારાસભ્યશ્રીઓએ શુભેચ્છા આપી આવકારીયા છે.

Follow Me:

Related Posts