ઈશ્વરિયા શાળામાં વિદ્યાર્થીઓને અનાજ વિતરણ
કોરોના બિમારીમાં શાળામાં અભ્યાસ બંધ હોઈ સરકાર દ્વારા બાળકોને પિરસાતા ભોજનના સ્થાને અનાજ જથ્થો આપવામાં આવે છે. ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં આચાર્ય શ્રી હસમુખભાઈ પટેલના માર્ગદર્શન સાથે સંચાલક શ્રી અભેશંગભાઈ મકવાણાના હસ્તે વિદ્યાર્થીઓને મધ્યાહ્ન ભોજન અનાજનું નિયમ મુજબ વિતરણ થઈ રહ્યું છે.
Recent Comments