fbpx
ગુજરાત

એલઆરડી વિવાદઃ અટકાયત યથાવત, મુખ્યમંત્રીએ કહ્યું- બીજી ભરતીમાં પ્રયત્ન કરો

રાજય સરકાર દ્વારા લેવાયેલી એલઆરડીની પરીક્ષામાં પુરુષ ઉમેદવારોની સંખ્યા વધારવા માટે સમગ્ર રાજયમાંથી એલઆરડી ઉમેદવારો ગાંધીનગર ખાતે વિધાનસભાની સામે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ વિરોધ કરવામાં આવ્યો હતો. સતત ૨૩ દિવસથી એલઆરડી પુરૂષ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે, ત્યારે આજે વિરોધ પ્રદર્શન કરવા માટે યુવાનો એકઠા થયા હતા. આ અંગે પોલીસને જાણ થતાં આ ઉમેદવારોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે વિરોધ કરી રહેલા ઉમેદવારોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. જાેકે તેમણે આરોપ લગાવ્યો હતો કે પોલીસ તેમની સાથે ગેરવર્તૂણૂક કરી રહી છે. આજે બપોરે ૨ વાગે ઉમેદવારો વિરોધ પ્રદર્શન માટે એકઠા થવાના હતા, પરંતુ તેમનો રણનીતિમાં ફેરફાર કરી સમય કરતાં વહેલા ૧ વાગ્યાની આસપાસ દેખાવો શરૂ કરી દીધો હતો. પોલીસ દ્રારા અટકાયત કરવામાં આવે તે પહેલાં જ એક ઉમેદવાર રડી પડ્યો હતો. એલઆરડી પરીક્ષા વિવાદ સતત વિવાદિત થઇ રહ્યો છે. ગુજરાત સરકાર માટે આ પરીક્ષા માથાના દુખાવા સમાન રહી છે.
મહિલા ઉમેદવારો દ્વારા ભારે આંદોલન બાદ સરકાર દ્વારા આખરે મહિલાઓને નિમણુંક આપવાનો ર્નિણય લેવાયો હતો. જાે કે ત્યાર બાદ પુરૂષ ઉમેદવારો મેદાને આવ્યા હતા. જે આંદોલન હજી સુધી ચાલી રહ્યું છે. જાે કે હાલ કોરોનાને કારણે આ આંદોલન શાંત થયું છે. પરંતુ ઉમેદવારોનો આ મુદ્દો સરકાર માટે ભવિષ્યે પણ ઉકળતો ચરૂ સાબિત થાય તેમ છે. મહિલા ઉમેદવારોમાં બાકી રહી ગયેલા ઉમેદવારોને નિમણૂંક પત્ર આપવામાં આવવાનો ર્નિણ લેવામાં આવ્યા બાદ આ સમગ્ર મુદ્દો વિવાદિત બની ગયો હતો. ૪ જુલાઈના રોજ બધા ઉમેદવારોને નિમણૂકનો હુકમ આપવામાં આવશે તેવો ર્નિણય રાજ્ય સરકાર દ્વારા લેવાયો હતો. રાજ્યના તે સમયના પોલીસ વડા શિવાનંદ ઝાએ આ હુકમ કર્યો હતો.
બિન હથિયારી અને હથિયારી મહિલા લોકરક્ષકોએ ૧૫ જુલાઈ સુધીમાં હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે કોઈ મહિલાઓને નિમણૂંક પત્ર આપવાના બાકી છે, તેમના મેડિકલ, ચારિત્ર્ય સર્ટિફિકેટ, અને દસ્તાવેજી ચકાસણી પૂર્ણ કરવામાં આવે તેમ ડીજીપીએ આદેશો કર્યાહ તા. જાે કે ત્યાર બાદ પુરૂષ એલઆરડી ઉમેદવારો મેદાને આવ્યા હતા. પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે ૩૩ ટકા અનામત આપી છે, જાે કે ૧લી ઓગસ્ટ ૨૦૧૮નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને.

એલઆરડી મુદ્દે મુખ્યમંત્રીનું મહત્વનું નિવેદન

એલઆરડી ઉમેદવારોના અંદોલનનાં ૨૨ દિવસથી ચાલી રહ્યું છે અને સામે પોલીસ દ્વારા પણ અટકાયત કરવાની કામગીરી પણ યથાવત રાખવામાં આવી છે. ત્યારે આ એલઆર ઉમેદવારો પોતાની માંગોને લઇ સતત ૨૨ દિવસથી હડતાલ કરી રહ્યા છે અને આજે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા આ મુદ્દાને લઇ મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી દ્વારા આ મુદ્દા પર બોલતા કહ્યું છે કે, એલઆરડી ઉમેદવારો નવી ભરતી માટે ઉમેદવારો પ્રયત્ન કરે.

Follow Me:

Related Posts