‘ઓએમજી’ના કૃષ્ણની જેમ ‘થેન્ક ગોડ’માં યમરાજના લુકમાં દેખાશે અજય દેવગણ
એક્ટર અજય દેવગણના બેનરની ‘થેન્ક ગોડ’નું શૂટિંગ ગુરુવારે શરૂ થઇ ગયું છે. તેને ઇન્દ્ર કુમાર ડિરેક્ટ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ અજય આ ફિલ્મમાં યમરાજના રોલમાં દેખાશે. પણ ફિલ્મમાં અજય ભેંસ પર સવાર હાથમાં નાગપાશ લઈને નહીં દેખાય. જે રીતની ટ્રીટમેન્ટ ‘ઓહ માય ગોડ’માં અક્ષય કુમારના રોલ શ્રી કૃષ્ણ સાથે થઇ હતી. ‘થેન્ક ગોડ’માં પણ એવા જ મોડર્ન લુકમાં યમરાજનો રોલ દેખાડવામાં આવશે. ફિલ્મમાં અજય દેવગણને આજના સમયના યમરાજ તરીકે દેખાડવામાં આવશે. તેની પુષ્ટિ ફિલ્મના પ્રોડ્યુસર દિપક મુકુટે કરી છે. દિપક મુકુટની આ વર્ષની બીજી ફિલ્મ છે જે ફ્લોર પર આવી છે. આ પહેલાં હાલમાં જ તેમની ‘ધાકડ’ ફિલ્મ પણ શરૂ થઇ છે.
સોહેલ મકલઈ આ ફિલ્મને કો-પ્રોડ્યુસ કરી રહ્યા છે. ‘થેન્ક ગોડ’માં ભૂષણ કુમાર સહિત ૪-૫ પ્રોડ્યુસર છે. દિપકે કહ્યું, ‘માણસ સાથે સારું થાય ત્યારે તો થેન્ક ગોડ કહેવામાં આવે જ છે. ખરાબ થાય ત્યારે તો ભગવાનની યાદ આવે જ છે કે થેન્ક ગોડ બચી ગયા. ફિલ્મ એના વિશે છે કે આપણે દરેક સ્થિતિમાં થેન્ક ગોડ કહેવું જ જાેઈએ. બાકી માત્ર સંકટની સ્થિતિમાં જ ભગવાનને યાદ કરવામાં આવે છે. દિપકે કહ્યું, અજય દેવગણ અને સિદ્ધાર્થ મલ્હોત્રા અમારા લીડ એક્ટર્સ છે. આ ફિલ્મ ગયા વર્ષે કોરોના પહેલાં શરૂ થવાની હતી. અત્યારસુધી તો અમે તેને રિલીઝ પણ કરી ચૂક્યા હોત. દુર્ભાગ્યથી કોરોનાને કારણે હવે આ એક વર્ષ પછી શરૂ થઇ રહી છે.
તેમ છતાં તેને તે જ સ્કેલ પર બનાવવામાં આવી રહી છે. ૧ કરોડથી વધુ તો કોરોનાથી બચવાના વીમા વગેરે પર ખર્ચ થઇ રહ્યા છે. દિપકે ફિલ્મના શૂટિંગને લઈને કહ્યું, ‘ફિલ્મનું શૂટિંગ આમ તો દિલ્હીમાં થવાનું હતું, પણ હવે આખું સેટઅપ મુંબઈમાં જ શિફ્ટ કરી લેવામાં આવ્યું છે. આ આખી ફિલ્મમાં યમરાજ અને માણસ વચ્ચેનો સંવાદ છે. આ એક સ્લાઈસ ઓફ લાઈફ ફિલ્મ છે. માણસ જ્યારે મર્યા પછી ઉપર જાય છે તો ત્યાં શું- શું હિસાબ આપવો પડે છે, ફિલ્મ તેના વિશે છે.’
Recent Comments