સૌરાષ્ટ - કચ્છ

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર ભગવાનજી ધમસાણીયાનું કોરોનાથી નિધન

કોરોનાના કારણે જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડના ડિરેક્ટરનું મોત થતાં ખેડૂતો અને વેપારીઓમાં શોકની લાગણી ફરી વળી છે. યાર્ડના ડિરેક્ટર ભગવાનજી ધમસાણીયાનું કોરોના સંક્રમિત થયા બાદ મોત થયું છે. સોમવારે તમામ હરાજી બંધ રાખી શોક પાળવામાં આવશે.

ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો છે. રોજ કોરોના કેસના નવા રેકોર્ડ બની રહ્યા છે. કોરોનાના વધી રહેલા કેસથી મોરબીના વેપારીઓએ મોટો ર્નિણય લીધો છે.

મોરબીમાં કોરોનાની અસરને લઈ વેપારીઓ દ્વારા સોમવાર ૫ એપ્રિલથી બપોરે ૨ વાગ્યા પછી બજાર બંધ રાખવાનો ફેંસલો લીધો છે. ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશન અને ખાદ્ય તેલ એસોસિએશન દ્વારા આ ફેંસલો લેવામાં આવ્યો છે. મોરબી જીલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે જેને પગલે સ્વૈછિક ર્નિણય લોકો લઇ રહ્યા છે.

Related Posts