દામનગર ના ધામેલ ગામે રેવન્યુ વિસ્તાર માં વાછડી સહિત ત્રણ શ્વાન નું મારણ સાવજ ની મિજબાની
દામનગર ના ધામેલ રેવન્યુ વિસ્તાર માં સાવજ ની મિજબાની ધામેલ ના સરપંચ માધુભાઈ ચિતળિયા ની વાડી એ તા૧૮ ની રાત્રી એ સિંહે એક વાછડી અને ત્રણ શ્વાન નું મારણ કરી મિજબાની કરી રાની પશુ ઓના રેવન્યુ વિસ્તારો માં ધામા થી ખેડૂત પરિવારો માં ભય ખેતી વાડી રહેતા મંજુર શ્રમિક પરિવારો માં ચિંતા તા૧૮/૧૨/૨૦ મોડી રાત્રે ધામેલ ના સરપંચ માધુભાઈ ચિતળિયા ની વાડી ફરજા માં બાંધેલ ૧ વાછડી સહિત ૩ શ્વાન ને પતાવી દેતા સાવજ થી ભય નો માહોલ આ બનાવ ની જાણ સવાર ના વાડી માલિક ને થતા સબંધ કરતા તંત્ર વન વિભાગ ને જાણ કરાય હતી વધતા જતા શહેરીકરણ અને ઉદ્યોગગૃહો ઘટતા જતા વન્ય વિસ્તારો થી વન્ય પ્રાણી ઓના અવારનવાર રેવન્યુ વિસ્તારો માં આંટાફેરા દામનગર નજીક આવેલ ધામેલ ગામે સાવજ ની મિજબાની થી સમગ્ર ગ્રામ્ય વિસ્તાર માં ભય ઉભો થયો આ બનાવની જાણ વન વિભાગ ને કરતા તંત્ર એ સ્થળ વિઝીટ કરી તપાસ શરૂ કરી હતી
Recent Comments