અમરેલી

ધારી તાલુકા પંચાયતના કર્મચારીઓની બેઠક યોજતા પ્રમુખ જયશ્રીબેન અતુલભાઈ કાનાણી

ધારી તાલુકા પંચાયતના પ્રમુખ પદે નિયુક્ત થયા તેજ દિવસથી સક્રિય થઈને કાર્યરત નવ નિયુક્ત પ્રમુખ શ્રીમતિ જયશ્રીબેન અતુલભાઈ કાનાણીએ તાલુકા પંચાયતના દરેક વિભાગના કર્મચારીઓની બેઠક બોલાવીને તાલુકાના વિકાસ માટે દરેક કર્મયોગી કર્મચારીઓના સહયોગની અપેક્ષા રાખેલ, અને નિયમિત રીતે લોકોના દરેક પ્રશ્ર્નોને ઉકેલવાની તાકીદ પણ કરી હતી, ગ્રામ્ય કક્ષાએથી આવતા લોકોને અગવડતા ન પડે અને તેઓને વારંમવાર ઘકા ન ખાવા પડે તે માટે તેમને યોગ્ય માર્ગદર્શન અને જાણકારી આપીને પ્રશ્ર્નોના ઉકેલ લાવવાની સૂચનાઓ સાથે તાલુકા પંચાયત પરિસરમા સ્વચ્છતા રાખવાની પણ વાત કરીને દરેકનો સહયોગ માંગેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતીમા યોજાયેલ આ બેઠકમા તાલુકા પંચાયતના દરેક વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહીને નવ નિયુક્ત પ્રમુખ શ્રીની વાતને તાળીઓથી વધાવેલ અને વહીવટી કાર્યો સાથે જડપી પ્રશ્ર્નો ઉકેલવાની તત્પરતા બતાવેલ.આજની બેઠક પ્રમુખ શ્રીમતિ જયશ્રીબેન અતુલભાઈ કાનાણીએ દરેક વિભાગમા રુબરુ જઈને તાલુકા પંચાયતની કાર્ય પધ્ધતિની માહીતી મેળવેલ હતી અને દરેક કર્મચારી ભાઈ-બહેનોના હકારાત્મક પ્રતિભાવ સામે સંતોષ વ્યક્ત કરીને સૌનો સાથ સૌનૌ વિકાસ મુજબ આગળ વધવા શ્રીમતિ કાનાણીએ જણાવેલ.

Follow Me:

Related Posts