યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના સેવા અને પ્રગતિના અવસરે
સાવરકુંડલા ખાતે ‘પ્રગતિ પથ યાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત સાવરકુંડલામાં નવનિર્મિત અને આકર્ષણનું
કેન્દ્ર બનેલા અમૃત સરોવર (ગ્રીન સ્પેસ ડેવલોપમેન્ટ વિથ અર્બન ફોરેસ્ટ પ્રોજેક્ટ) ની ગુજરાત સરકારના મંત્રીશ્રી કૃષિ મંત્રી શ્રી તેમજ
જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાધાણી, ગુજરાત સરકારના ઊર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા એ મુલાકાત લીધી હતી તેમજ
પર્યાવરણના જતનના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાત સરકારના કૃષિ, ગ્રામ વિકાસ અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ ઊર્જા મંત્રી શ્રી
કૌશિકભાઈ વેકરીયાએ ખાસ ઉપસ્થિત રહીને સાવરકુંડલા શહેરી વિસ્તારમાં પર્યાવરણની રક્ષા કાજે તૈયાર કરાયેલ નવતર ‘વન કવચ’
ને ખુલ્લું મૂક્યું હતું.
આ મુલાકાત દરમિયાન અમૃત સરોવર ખાતે ચાલી રહેલા ગ્રીન સ્પેસ ડેવલોપમેન્ટ અને અર્બન ફોરેસ્ટના વિવિધ કાર્યોનું નિરીક્ષણ
કરવામાં આવ્યું હતું. આ પ્રકલ્પ શહેરમાં હરિયાળી વધારવા, પર્યાવરણનું સંરક્ષણ કરવા અને નાગરિકોને સ્વચ્છ તથા પ્રાકૃતિક
વાતાવરણ ઉપલબ્ધ કરાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી પ્રેરિત “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત મહાનુભાવોએ વૃક્ષારોપણ
કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્ય માટેનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત આગેવાનોએ વધુમાં વધુ વૃક્ષો વાવવા અને
તેનું જતન કરવાની અપીલ પણ કરી હતી.
પ્રભારીમંત્રી શ્રી જીતુભાઈ વાધાણી એ જણાવ્યુ અમૃત સરોવર પ્રોજેક્ટની ભવ્યતા અને હરિયાળી
જોઈને ભારે પ્રભાવિત થયેલા પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે,
“જોતા જ આનંદ થાય અને અભિભૂત થઈ જવાય તેવું આ ‘અમૃત સરોવર’ ધારાસભ્ય શ્રી
મહેશભાઈ કસવાલા તરફથી સાવરકુંડલાની જનતાને એક ભવ્ય અને ઐતિહાસિક ભેટ છે. ભાજપ
યુવા મોરચાના સમયથી જ મારા સાથી એવા મહેશભાઈ કસવાલાની વિઝનરી દ્રષ્ટિ અને
કાર્યક્ષમતાનો અદ્ભુત લાભ આજે આ સમગ્ર વિસ્તારને મળી રહ્યો છે, જેનો આનંદ છે.”
અમુત સરોવર જેવા પ્રકલ્પો માત્ર શહેરની સુંદરતામાં વધારો કરતા નથી, પરંતુ પર્યાવરણ જાગૃતિ, જળ સંરક્ષણ, હરિયાળી અને ભાવિ
પેઢી માટે ટકાઉ વિકાસના સંદેશને પણ મજબૂત બનાવે છે. આવા પ્રકલ્પો દ્વારા પ્રકૃતિ સાથે માનવજીવનનું સંતુલન જાળવી
રાખવાનો મહત્વનો સંદેશ સમાજ સુધી પહોંચે છે.
આ પ્રસંગે ગુજરાત સરકારના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાધાણી, ગુજરાત સરકારના ઊર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, અમરેલી
લોકસભાના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી દક્ષાબેન ચોડવડીયા, ધારાસભ્યશ્રી મહેશભાઈ
કસવાલા,જનકભાઈ તળાવિયા, શ્રી જે.વી. કાકડિયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી સહિત જિલ્લા
ભાજપ સંગઠનના હોદ્દેદારો,વિધાનસભાના જીલ્લા પંચાયતના સદસ્યો,નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતના
હોદેદારોશ્રીઓ,સદ્દસ્યો,વિધાનસભા સભાના સંગઠનના હોદેદારો,સહીત સાવરકુંડલા ના ગ્રામજનો, સમાજના આગેવાનો ઉપસ્થિત
રહ્યા હતા.





















Recent Comments