ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત દર્દીઓનો આંકડો ૯૦ થયો
ભારતમાં બ્રિટનમાં મળેલા નવા સ્ટ્રેનથી સંક્રમિત દર્દીઓનો આંકડો વધીને ૯૦ સુધી પહોંચી ગયો છે. શનિવારે સ્વાસ્થ મંત્રીએ આ અંગેની માહિતી આપી હતી. જાેકે ભારતમાં નવા સ્ટ્રેનથી સંક્રમણના કેસોમાં વધારા વચ્ચે બ્રિટન અને ભારતની એરલાઇન્સ સર્વિસને ફરીથી શરુ કરવામાં આવી હતી. પ્રતિબંધ હટાવ્યા પછી શુક્રવારે પહેલીવાર બ્રિટનથી એર ઇન્ડિયાની ફ્લાઇટ ૨૪૬ મુસાફરોને લઇને ભારત પહોંચી હતી.
બીજી તરફ બ્રિટનમાં મળી આવેલા નવા વેરિયન્ટના સંક્રમણનો ફેલાવો અત્યંત ગંભીર સ્થિતિમાં પહોંચી ગયો છે. અહીંના પ્રશાસને પણ સ્થિતિને લઇને હાઇ એલર્ટ જારી કરેલ છે.
ભારતમાં કોરોના સંક્રમણના વધતા કેસોમાં નોંધનીય ઘટાડો આવ્યો છે. વિતેલા ૨૪ કલાકમાં ૧૮ હજારની આસપાસ નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં કુલ કેસની સંખ્યા એક કરોડ ચાર લાખ સુધી પહોંચી ગયો હતો. દેશમાં અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક ૧,૫૦,૭૮૯ છે. જ્યારે સક્રિય કેસનો આંકડો ૨,૨૪,૧૯૦ છે.
Recent Comments