વડોદરા ભાજપના પૂર્વ મહિલા કાઉન્સિલર શકુંતલાબેન શિંદેનું કોરોનાથી નિધન

વડોદરા શહેરના ભાજપના પૂર્વ મહિલા કાઉન્સિલર શકુંતલાબેન શિંદેનું કોરોનાની સારવાર દરમિયાન અવસાન થયું છે. છેલ્લા કેટલાક દિવસથી તેમની ગોત્રી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. બીજી તરફ વડોદરા જિલ્લાના ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા) કોરોના સંક્રમિત થયા છે, તેઓએ સોશિયલ મીડિયા પર આજે સવારે જાણ કરી હતી અને તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ કરી હતી.
વોર્ડ નં-૧૧ના મહિલા કોર્પોરેટર મહાલક્ષ્મી શેટિયાર અને તેમના પતિ કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત વીએમસીના દંડક ચિરાગ બારોટના માતા, પુત્ર અને પુત્રવધૂ કોરોનાની ચપેટમાં આવ્યા છે. વીએમસી સભા ખંડનો પ્યૂન અક્ષય સોલંકીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
વડોદરા સહિત રાજ્યભરમાં કોરોના સંક્રમણમાં એકાએક ઉછાળો આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક ૨૫૮૩૬ પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક ૨૪૪ થયો છે. અત્યાર સુધીમાં કુલ ૨૪૯૩૫ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.
Recent Comments