ગુજરાત

શહીદોને શ્રદ્ધાંજલિ આપવા મુદ્દે યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થી સંગઠનો વચ્ચે મારા-મારી

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં શહીદોને પ્રથમ શ્રદ્ધાંજલી આપવાના મુદ્દે વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી. વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરો વચ્ચે થયેલી મારામારીના પગલે યુનિવર્સિટી કેમ્પસમાં અફરાતફરી મચી ગઇ હતી. જાેકે મામલો ઉગ્ર બને તે પહેલાં વિજિલન્સ વિભાગ દ્વારા કાર્યકરોને છુટા પાડી મામલો થાળે પાડ્યો હતો.

મળેલી માહિતી પ્રમાણે, આજે શહીદ દિન હોવાના કારણે યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનો દ્વારા શહિદ ભગતસિંહ, સુખદેવ સિંહ અને રાજગુરુને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને એજી યુએસ દ્વારા યુનિટ બિલ્ડીંગ ખાતે રાખવામાં આવ્યો હતો. બન્ને વિદ્યાર્થી સંગઠન દ્વારા શહીદોને પ્રતિમાઓને પ્રથમ પુષ્પાંજલિ અર્પણ કરવાના મુદ્દે મામલો બિચક્યો હતો. જેમાં બંને સંગઠનના વિદ્યાર્થીઓ આમને સામને આવી ગયા હતા અને મારામારી પર ઉતરી ગયા હતા. શહીદો ની પ્રતિમા પાસે જ વિદ્યાર્થી સંગઠન દ્વારા મારામારી થતા ભાગદોડ મચી ગઇ હતી.

વિદ્યાર્થી સંગઠનો વચ્ચે મામલો ઉગ્ર બને તે પહેલા જ વિજિલન્સના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને છુટા પાડી મામલો થાળે પાડ્યો હતો. આ સાથે આ બનાવની જાણ સયાજીગંજ પોલીસને થતાં પોલીસ કાફલો પણ દોડી ગયો હતો. અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.

Follow Me:

Related Posts