ભાવનગર

સ્થાનિક સ્વરાજય ચુંટણી-૨૦૨૧, માટે ભાવનગર જીલ્લાના સ્થાનિક ઇન્ચાર્જઓની નિમણુંક

ભાવનગર જીલ્લાની ૧૦ તાલુકા પંચાયત અને ૩ નગરપાલીકાની
ચુંટણીઓ માટે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી સરકારશ્રીના
કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તથા પૂર્વ કેબીનેટ મંત્રી
આત્મારામભાઇ ૫રમાર જીલ્લા ઇન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.
આજરોજ પ્રદેશ ભાજ૫ના અધ્યક્ષ સી.આર. પાટીલ તથા સંગઠન
મંહામંત્રી ભીખુભાઇ દલસાણીયા અને પ્રદેશ દ્વારા નિમાયેલ ઇન્ચાર્જઓ
સાથે વિચાર-વિમર્શ બાદ પ્રદેશ ભાજ૫ દ્વારા સ્થાનિક જીલ્લા ઇન્ચાર્જ તરીકે
સરકારશ્રીના પ્રતિનીધી, જીલ્લાના લોકપ્રિય સિનીયર ધારાસભ્ય શ્રી કેશુભાઇ
નાકરાણી અને જીલ્લા ભાજ૫ના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાત હાઉસીંગ બોર્ડના
પૂર્વ ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ સરવૈયાની નિમણુંક કરવામાં આવેલ છે.
ભાવનગર જીલ્લા ભાજ૫ પ્રમુખ મુકેશ લંગાળીયા, જીલ્લા
મહામંત્રીશ્રીઓ શ્રી ભુ૫તભાઇ બારૈયા, શ્રી રસીકભાઇ ભીંગરાડીયા અને
ભરતસિંહ ગોહિલ તેમજ જીલ્લા ટીમ અને સમગ્ર જીલ્લાભરના કાર્યકર્તાઓમાં
આનંદની લાગણી પ્રસરી છે અને નવનિયુકત જીલ્લા ઇન્ચાર્જશ્રીઓને અભિનંદન
પાઠવ્યા છે.તેમ જીલ્લા ભા.જ.પા. પ્રવકતા અને મીડીયાસેલ કન્વીનર કિશોર ભટ્ટ
ની અખબારી યાદીમાં જણાવાયુ છે.

Related Posts