સુરતમાં પોલીસના બાતમીદારની ઘાતકી હત્યા કરનાર કુખ્યાત અનિલ કાઠીના બે સાગરીતની ધરપકડ
મહારાષ્ટ્રના નવાપુરમાં ટેલિફોન એક્સચેન્જ નજીક ડી.જે.અગ્રવાલ શાળા પાસે રોડ ઉપર કારમાંથી સુરત પોલીસના બાતમીદારની હત્યા કરેલી લાશ મળવા મામલે સુરત પોલીસને મોટી સફળતા મળી છે. આ હત્યામાં સુરતના કુખ્યાત અનિલ કાઠીનું નામ સામે આવ્યુ હતું. પોલીસે અનિલ કાઠીના સાગરીતોને ઝડપી પાડ્યા છે, જ્યારે અનિલ કાઠી સહિત ચાર લોકો ફરાર છે. મૃતક ભાવેશ એ અનિલ કાઠીનો પૂર્વ ડ્રાઇવર હતો. ધરપકડ કરાયેલા ઇસમોએ ડ્રાઇવર સાથે જૂની અદાવતમાં થયેલા ઝઘડામાં અનિલ કાઠીએ ભાવેશ મહેતાની હત્યા કરાવી હોવાનું જણાવ્યું છે.
ગત ૧૭મી જૂને ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના નવાપુર હાઇવે ખાતે ટેલિફોન એક્સચેન્જ નજીક ડી.જે.અગ્રવાલ શાળા પાસે રોડ ઉપર કારમાંથી સુરતના ભટારના ભાવેશ મહેતાની હત્યા કરાયેલી લાશ કારમાંથી મળી હતી. સુરત પોલીસના બાતમીદારની હત્યા કરેલી લાશ મળવાની ઘટના પોલીસ તપાસ શરૂ કરી હતી. આ હત્યામાં પહેલાથી જ સુરતનો કુખ્યાત અનિલ કાઠી પોલીના શંકાના ઘેરમાં આવી ગયો હતો.
નવાપુર પોલીસે હોટલ સહિતના નજીકના સીસીટીવી ચેક કરતાં હત્યારાઓ સુરતના હોવાનું બહાર આવ્યું હતું. જાેકે, આ કેસમાં સુરત ક્રાઇમ બ્રાંચે રાંદેરના ઝઘડીયા પાસેથી અનિલ કાઠી ગેંગના સાગરિત ૨૮ વર્ષીય આકાશ અરવિંદ ઓડ અને ૨૦ વર્ષીય આકાશ રમેશ જાેરેવાલને ઝડપી પાડી નવાપુર પોલીસને સોંપ્યા હતા. જ્યારે ગેંગસ્ટર અનિલ કાઠી ઉર્ફે અરવિંદ ખીમજી રાણવા, વિશાલ ઉર્ફે ભૈયા ચૌધરી, પિન્કેશ ઉર્ફે ભૂરો ચૌહાણ અને સતીષ ઉર્ફે સત્યો રાજપૂત ફરાર છે.
Recent Comments