દોઢ લાખ રૂપિયામાં સારા અલી ખાને દેખાડ્યો શાનદાર વેડિંગ લુક
સારાના લુકને તમારા લગ્નના કલેક્શનમાં સમાવવા માંગો છો? આ લહેંગા સેટને તમારા વોર્ડરોબમાં ઉમેરવા તમારે લગભગ ૧,૫૦,૦૦૦ ખર્ચવા પડશે. સારાએ તેના લેહંગાને સોનાના માંગ ટિક્કા, વીંટી અને મેચિંગ ઇયરિંગ્સ સાથે એક્સેસરાઇઝ્ડ કર્યુ હતુ. તેણે વાળ છૂટા છોડ્યા હતા અને ગ્લેમ માટે તેણે બ્લશ, ગુલાબી લીપ શેડ, ગ્લોઇંગ સ્કિન, કોહલ-લાઇન્ડ આંખો અને આકર્ષક આઈલાઈનર પસંદ કરી.બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન તેના ચાહકો માટે ફેશન ગોલ સેટ કરી રહી છે. સ્ટાર પાસે અદભૂત એથનિક વેર કલેક્શન છે જેના તમે પણ દિવાના થઇ જશો. તાજેતરમાં, સારાની બીસ્પોક લેહેંગા સેટ પહેરેલી તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. જાે તમે નજીકના ભવિષ્યમાં દુલ્હન બનવાના છો અને પોતાના વેડિંગ કલેક્શનને વધારવાના પ્રયત્નો કરી રહ્યા છો તો તમે આને ટ્રાઇ કરી શકો છો. એસ ડિઝાઇનર અનિતા ડોંગરેએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના એથનિક વેર કલેક્શનમાંથી પેસ્ટલ ગુલાબી લહેંગા પહેરેલી સારાની તસવીરો પોસ્ટ કરી હતી. ડ્રેસમાં ડિઝાઈનરના લેબલની વિગતો સાથે સિગ્નેચર ડિટેલિંગ ભરેલી હતી સારાનો લહેંગો એક એટ્રેક્ટીવ પેસ્ટલ કલર પેલેટમાં આવ્યો હતો, જે શિમરી મેટાલિક ગોલ્ડ થ્રેડ વર્કથી શણગારવામાં આવી હતી. મેચિંગ ચોલી અને દુપટ્ટેો આ લૂકને પૂર્ણ કરી રહ્યા છે. ચોલીમાં નેકલાઇન અને હેમ સોનાના દોરાના કામ પર ફૂલોની પેટર્ન છે. દુપટ્ટાની વાત કરીએ તો, તેને ગોલ્ડ ફ્લોરલ બોર્ડર અને પોલ્કા ડોટ પ્રિન્ટથી શણગારવામાં આવી હતી.
Recent Comments