fbpx
ગુજરાત

અમદાવાદમાં ગરબામાં વિધર્મી યુવકો ઘૂસતાં હિન્દુ સંગઠનો સાથે ઘર્ષણ થયું

ગુજરાતમાં બે વર્ષ બાદ ફરી નવરાત્રિની રમઝટ જામી છે. પાર્ટી પ્લોટ અને ક્લબમાં લોકો ગરબે રમવા જાય છે. ત્યારે કેટલાક લોકો ગેરકાયદે રીતે ગરબામાં ઘૂસતા હોવાની શંકાના આધારે બજરંગ દળના કાર્યકરો રાતે એસપી રિંગ રોડ પાસેના એક ગરબાના આયોજનમાં પહોંચ્યા હતા, જ્યાં બે વિધર્મી યુવક ઘૂસી ગયા હતા. અગાઉ વીએચપી અને બજરંગ દળે ચીમકી ઉચારી હતી કે કોઈ ધાર્મિક સ્થળે વિધર્મી લોકો પ્રવેશશે તો તેની સામે કાર્યવાહી કરશે અને ગઈકાલે પણ એવું જ બન્યું, તેમણે બે યુવકને ગરબામાંથી બહાર કાઢ્યા હતા. આગામી દિવસોમાં પણ અમારું આ પ્રમાણે સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ રહેશે. એસપી રિંગ રોડ પર રાતે એક ગરબા આયોજનના સ્થળ પર બજરંગ દળના કાર્યકરોએ સરપ્રાઇઝ પ્રવેશ કર્યો હતો.

આ ગરબાના સ્થળ પર કેટલાક વિદ્યર્મી લોકોએ પ્રવેશ કર્યો હોવાની જાણ થતાં તપાસ કરતાં બે વિઘર્મી યુવક મળ્યા હતા, જેમની સાથે બોલાચાલી થઈ હતી, ત્યારે તેમાંથી એક યુવક ભાગવા જતાં બજરંગ દળના કાર્યકરો તેની પાછળ દોડ્યા હતા અને તેમની વચ્ચે ઘર્ષણ થયું હતું. બજરંગ દળના કાર્યકરો એસ.પી રિંગ રોડ પાસેના ગરબાના સ્થળે પહોંચ્યા હતા, ત્યાં બે વિધર્મી યુવકો મળતાં તેમને બહાર કાઢ્યા હતા.  જરંગદળના કાર્યકરોને જાેઈને આ યુવકો ભાગવા લાગ્યા હતા. ત્યારે તેમને ફરી આમ ના કરવા સમજાવ્યા હતા. આગામી દિવસોમાં પણ નવરાત્રિ દરમિયાન કોઈ વિધર્મી યુવકો ગરબાના સ્થળે પ્રવેશ કરશે તો બજરંગ દળ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે.

Follow Me:

Related Posts