અમરેલી

શ્રી જે.વી.મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનો જિલ્લા કક્ષાએ ડંકો: નાટક અને રંગોળી સ્પર્ધામાં ઝળક્યા

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી જે.વી.મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ તાજેતરમાં જિલ્લા કક્ષાની નાટક અને રંગોળી સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે.

​’વિકસિત ભારત’ અંતર્ગત બાલ વિજ્ઞાન ભવન, અમરેલી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ‘પર્યાવરણ અને સમાજ’ થીમ હેઠળ શાળાના વિદ્યાર્થીઓએ ‘દરિયાઈ પ્રદૂષણ’ વિષય પર અસરકારક નાટ્યકૃતિ રજૂ કરી હતી, જેને ઉપસ્થિત પ્રેક્ષકોએ ખૂબ બિરદાવી હતી. આ ઉપરાંત, જિલ્લા કક્ષાની રંગોળી સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થી બગડા સજલે ઉત્સાહપૂર્વક ભાગ લઈ ને ઉત્કૃષ્ટ રજૂઆત કરી હતી.

​સ્પર્ધામાં ભાગ લેનાર તમામ કલાકારોને બાલ વિજ્ઞાન ભવન દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. નાટ્યકૃતિ તૈયાર કરવામાં શાળાના શિક્ષકો નીતિનભાઈ સાવજ અને હિતેશભાઇ સોઢીયાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓની આ સફળતા બદલ શ્રી નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ તેમજ શાળા પરિવારે તમામ સ્પર્ધકો અને માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

Related Posts