કચ્છ-ભુજના માધાપર મુકામે યોજાયેલ ૭૦મી અખિલ ભારતીય શાળાકીય U-17 બેઝબોલ (બહેનો) રાજ્યકક્ષાની સ્પર્ધામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાવરકુંડલાની ટીમ-બહેનોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર રાજ્યમાં દ્વિતીય (બીજો) નંબર પ્રાપ્ત કર્યો છે.
આ ભવ્ય સફળતા બદલ ગુરુકુળના વડા પૂજ્ય ભગવતપ્રસાદ દાસજી સ્વામી, પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામી, મેનેજિંગ ટ્રસ્ટી કોઠારી શ્રી અક્ષર મુક્ત સ્વામીજી, અમરેલી જિલ્લા રમત-ગમત અધિકારી શ્રીમતી પૂનમબેન, ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા, ગુજરાત બેઝબોલ ફેડરેશનના હોદ્દેદારો તેમજ શાળાના આચાર્યશ્રીઓ અને કોચ ઝાલા દિગ્વિજયસિંહ તથા વાળા દીપકભાઈ સહિત સમગ્ર સ્ટાફે વિજેતા ખેલાડીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.

















Recent Comments