અમરેલી

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણી કમિશનર ગ્યાનેશ જ્ઞાનેશ કુમાર ના રાજીનામા માટે કલેક્ટરશ કચેરી સામે ધરણા અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આદેશ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ, આજ રોજ અમરેલી કલેક્ટર કચેરી સામે ધરણા અને કલેક્ટર મારફત મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આ આવેદનપત્રમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપ દૂધાત (પૂર્વ ધારાસભ્ય, સાવરકુંડલા-લીલીયા) તથા અમરેલી જીલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા દેશના ચૂંટણી પંચ અને સરકાર સામે ગંભીર આક્ષેપો કરી ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.જેમાં ગેરકાયદેસર કામગીરીનો વિરોધ: દેશની ચૂંટણી પ્રક્રિયામાં “સર” (SIR) ની ગેરકાયદેસર અને મનસ્વી કામગીરી કરીને દેશના ૧૫ કરોડથી પણ વધુ મતદારોના નામ કમી કરી દેવામાં આવ્યા છે અને તેમને બંધારણ દ્વારા મળેલા મતદાનના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે.  ચૂંટણી પ્રક્રિયા પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે જેમાં ચોક્કસ પક્ષ અને ચોક્કસ ઉમેદવારોને પરોક્ષ રીતે મદદગાર થઈ મનસ્વી રીતે ચૂંટણી કામગીરી કરવા ચુંટણી પંચ નાં મુખ્ય અધિકારી પરોક્ષરીતે સંકળાયેલ હોય જે બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ છે. જવાબદારો સામે કાર્યવાહીની માંગ: ભારત દેશની પવિત્ર ચૂંટણી પરંપરાને કલંકિત કરવા બદલ અને દેશદ્રોહી જેવી પ્રવૃત્તિઓ કરવા બદલ જવાબદારો સામે તાત્કાલિક ગુનો દાખલ કરી, હોદા પરથી સસ્પેન્ડ કરી કાયમી નિવૃત્ત કરવા માંગણી કરવામાં આવી છે. ફોર્મ નં. ૬ ની તપાસ: અમરેલી જિલ્લામાં “sir” ની કાર્યવાહી દરમિયાન ફોર્મ નંબર ૬ માં ખોટી વિગતો ભરીને કરાયેલી કામગીરી સામે પણ યોગ્ય તપાસ અને કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ છે.કોંગ્રેસ પક્ષ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો આ બાબતે યોગ્ય અને સમયમર્યાદામાં કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન અને ગામ બંધના એલાન જેવા વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે, જેની તમામ જવાબદારી શાસક સરકારની રહેશે.આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રી,પ્રતાપભાઈ દુધાત તેમજ દરેક તાલુકા અને શહેર કોંગ્રેસ પ્રમુખો સાથે વિવિધ હોદ્દેદારો, આગેવાનો મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts