ગુજરાત

સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પત્નીની હત્યા કેસમાં ૨૪ કલાકમાં આરોપી પતિની ધરપકડ

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં રાકેશભાઈ સોલંકીની ચાલીમાં રહેતા દીપક વિશ્રામ યાદવ, નરોલી આઉટ પોસ્ટ સ્ટાફને જાણ કરી હતી કે તેની પત્ની મોનિકા દેવી, ઉંમર ૨૦ વર્ષ, તેના ભાડાના રૂમમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. તરત જ, પોલીસ સ્ટાફ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને મોનિકા દેવીનો મૃતદેહને ચેક કરતા ગળામાં પીળા કપડાથી બાંધેલી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ જમીન ઉપર પડેલો જાેવા મળ્યો હતો. સેલવાસ પોલિસેની ટીમે લાશનો કબ્જાે મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. લાશના પીએમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ “થ્રોટલિંગ” ( ગળું દબાવવાથી મૃત્યુ થયું હોવાનું ) જાહેર કરવામાં આવ્યું હતું. જેને લઈને પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. દિપક યાદવ અને આજુબાજુના સ્થાનિક લોકોના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સેલવાસ પોલીસના બતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે પોલોસે શકમંદ દિપક યાદવની કડકાઇથી પૂછપરછ કરતા આરોપીએ જ ગળું દબાવી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસના નરોલી મોરી ફળિયામાં આવેલી રાકેશભાઈ સોલંકીની ચાલીમાં રહેતા દિપક વિશ્રામ યાદવ નામના યુવકે પોલીસ ચોકીમાં આવીને તેમની પત્ની મોનીકાદેવીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું હતું. સેલવાસ પોલીસે તાત્કાલિક ચાલીમાં જઈને ચેક કરતા શંકાસ્પદ હત્યા થયેલી હાલતમાં મહિલા લાશ મળી આવી હતી. પોલીસે રૂમમાં ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરી હતી. પતિ દિપક અને આજુબાજુમાં રહેતા પરિવારના સભ્યોને નિવેદન નોંધવામાં આવ્યા હતા. સેલવસ પોલીસે લાશનો કબ્જાે મેળવી લાશનું પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. મોનિકાદેવીના પીએમ રિપોર્ટમાં ગળું દબાવવાથી હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી સેલવાસ પોલીસે ગુનાની ગંભીરતા અને ગંભીર સ્વરૂપને જાેતા એસએચઓ સિલવાસા પોલીસ સ્ટેશન અનિલકુમારની આગેવાનીમાં એક ટીમ બનાવવામાં આવી હતી.

કેસનો ઉકેલ લાવવા અને કેસની તપાસ પીએસઆઈ સૂરજ રાઉતને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન, સાક્ષીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. સાથે બાતમીદારોની મદદ લેવામાં આવી હતી. જેમાં મૃતક મોનિકાદેવીના પતિ દીપક વિશ્રામ યાદવ પર સંપૂર્ણ શંકા હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું અને આરોપી દીપક વિશ્રામ યાદવની સતત પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે તેણે તેની પત્ની મોનિકા દેવી દીપક યાદવનું ગળું દબાવીને હાથ વડે હત્યા કરી છે. . એવું પણ જાણવા મળ્યંક હતું કે, આરોપી દીપક તેની પત્નીને ઉત્તર પ્રદેશથી ૧૦ ઓકટોબર ૨૦૨૨ના રોજ નરોલી, મોરીફળિયા ખાતે લઈ આવ્યો હતો અને તે પણ તેમની વચ્ચે અને તેમના મૂળ વતન ઉત્તર પ્રદેશમાં પરિવાર સાથે ઝઘડો થયો હતો. આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને વધુ, કેસની તપાસ ચાલુ છે.

Related Posts