ભાવનગર જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકા અને જિલ્લા કલેકટરશ્રી ડી. કે. પારેખ ના નેતૃત્વમાં સમગ્ર ચૂંટણીતંત્ર તડમાર કામગીરી કરી રહ્યું છે.
આ સાથે મતદારોમાં મતદાન માટે ઉત્સાહ વધારવા જિલ્લા ચૂંટણીતંત્ર વિવિધ પ્રયાસો કરી રહ્યું છે. નાગરિકો ઉત્સાહથી મતદાન કરવા પ્રેરાય અને તેમને લોકશાહીની પ્રક્રિયામાં મતદાન થકી પોતાની મહત્વની સામેલગીરીનો અહેસાસ થાય તે માટે જિલ્લામાં સાત આદર્શ પોલિંગ બુથ એટલે કે ઉદાહરણરૂપ આદર્શ મતદાન મથકો બનાવાવમાં આવશે. આ મતદાન મથકોનો માહોલ જ એવો હશે કે કોઈને પણ સામેથી પોતાનો કિંમતી મત આપવા આવવાનું મન થઈ આવે!
ભાવનગર જિલ્લામાં આ વખતે સાત આદર્શ પોલિંગ બૂથ બનશે. દરેક વિધાનસભા દીઠ એક પોલિંગ બૂથ નમૂનારૂપ બનાવાશે. જેમાં (૧) ૯૯-મહુવામાં ૧૪૮-મહુવા-૫૨ નંબરનું બૂથ- બીસીએ કોલેજ, રૂમ નં. ૨, નહેરુ વસાહત ની બાજુમાં, મહુવા (૨) ૧૦૦-તળાજામાં ૧૭૧-માંડવા નંબરનું બૂથ- નવી પ્રાથમિક શાળા, રૂમ નં. ૩, માંડવા (૩) ૧૦૧-ગારીયાધારમાં ૯૮-ગારીયાધાર-૭ નંબરનું બૂથ- નવી પ્રાથમિક શાળા, વાવ પ્લોટ, ગારીયાધાર (૪) ૧૦૨-પાલિતાણા, ૩૦૦/૩૧૨ પાલિતાણા-૩૯, નવાગઢ, પાલિતાણા ખાતે તાલુકા શાળા(ગુજરાતી નિશાળ), મા.હો. રોડ, દક્ષીણ તરફનો રૂમ-૧૪, પાલિતાણા, (૫) ૧૦૩-ભાવનગર ગ્રામ્યમાં ૩૧૨/૩૨૧ ઘોઘા-૫ નંબરનું બૂથ – તાલુકા શાળા ઘોઘા(સીટી), નવું મકાન પશ્ચિમ બાજુનો રૂમ નં. ૨, ઘોઘા(સીટી) (૬) ૧૦૪-ભાવનગર પૂર્વમાં ૨૩૮-ભાવનગર-૨૧૬ નંબરનું બૂથ – સરદાર પટેલ પ્રા.શા. નં.-૭૬, મકાન નં.-૧, રૂમ નં.-૩,રક્ષેશ્વર મહાદેવ મંદિર પાસે, ભરતનગર, ભાવનગર (૭) ૧૦૫ ભાવનગર પશ્ચિમમાં ૧૮૧-ભાવનગર-૧૬૩ નંબરનું બૂથ – હોમ ઈંગ્લીશ સ્કૂલ ધોરણ-૬ નો રૂમ, કાળુભા રોડ, હરભાઈ ત્રિવેદી માર્ગ, ભાવનગર નો સમાવેશ થાય છે.
આ મતદાન મથકો સુશોભિત અને નમૂનારૂપ હશે. જે મતદાન માટે નાગરિકોનો ઉત્સાહ વધારશે.
Recent Comments