અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ તેમના અમરેલી સ્થિત કાર્યાલય ખાતે નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજી, અમરેલી સંસદીય
ક્ષેત્રમાંથી પસાર થતાં નેશનલ હાઈવેના કામો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. આ તકે નેશનલ હાઈવે સ્ટેટના કાર્યપાલક ઈજનેરશ્રી પટેલ અને મહુવા સબ ડિવીઝનના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી સોલંકી ઉપસ્થિત રહયા હતા. બેઠકમાં સાંસદશ્રીએ અધિકારીઓ પાસેથી મહુવા–સાવરકુંડલા–અમરેલી–બગસરા–વડીયા–જેતપુર નેશનલ હાઈવેના નિર્માણ અંગે વિસ્તૃત માહિતી મેળવેલ હતી. જેમાં પેકેજ–૧ મહુવાથી બાઢડા (૪૭ કિ.મી.) ના કામનું આજરોજ ઓનલાઈન ટેન્ડર માટે નિવિદા બહાર પાડવામાં આવેલ છે.
જેથી આ પેકેજનું ટેન્ડર ટુંક સમયમાં ઓનલાઈન થશે અને આ કામ રૂા. ૧૭૩ કરોડના ખર્ચે નિર્માણ પામશે. તેમજ પેકેજ–ર બાઢડાથી અમરેલી (પ૧ કિ.મી.) ના કામનો જમીન સંપાદનનો સર્વે પૂર્ણ થઈ ગયેલ છે અને તેનો ગામ વાઈઝ મેપ પણ તૈયાર થઈ ગયેલ છે અને વર્તમાનમાં ૩–એ ની કામગીરી ચાલી રહી છે. જે જાન્યુઆરી અંત સુધીમાં પૂર્ણ થશે. તેમજ પેકેજ–૩ અમરેલીથી બગસરા (ર૧ કિ.મી.) નું ૩–ડી અપલોડ થઈ ગયેલ હોય, ટુંક સમયમાં જે.એમ.એસ. અને વળતર ચુકવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
તેમજ પેકેજ–૪ બગસરાથી વડીયા (ર૯ કિ.મી.) અને પેકેજ–પ વડીયાથી જેતપુર (૩ર કિ.મી.) ના કામે અલાઈમેન્ટ એપ્રુવલ માટે સડક પરીવહન અને રાષ્ટ્રીય ધોરી માર્ગ મંત્રાલયમાં મોકલી આપવામાં આવેલ છે. જે મંજુર થયે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉપરાંત સાંસદએ આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને અમરેલી સંસદીય વિસ્તાર માંથી પસાર થતાં તમામ જર્જરીત નેશનલ હાઈવેનું રીસરફેસીંગ અને મેન્ટેનન્સ કામ તાત્કાલીક ચાલુ કરવા પણ તાકીદ કરેલ હોવાનું સાંસદ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવેલ છે.
Recent Comments