અમરેલી

લાઠી તાલુકાના શાખપુર ગામે સમસ્ત મેવાડા પરીવાર ભરવાડ સમાજ દ્રારા ખોડીયાર માતાજીનો ર૪ કલાકનો માંડવો તથા નવચંડી યજ્ઞનું આયોજન

જેનું સદાય હૈયે સ્મરણ રહે છે, જેની ભકિતનું આત્મા માં રટણ રહે છે, અસત્ય , જડ માન્યતઓ, મિથ્યા અહંકાર અને ખોટા દંભને ઓગાળી દે એવું એકમાત્ર શરણ રહે છે. જીવન ધન્ય અને પાવન બની જાય એવા અપાર અસીમ અનંત પ્રેમ અને ક૬૩ઘઠસપા ધરાવતી ચરણરજ જયા કણકણમાં હોય એવી માં શાખપુર ડુંગરાવાળી માતા ખોડીયારનો તા. ર૩/૦૩/ર૦ર૩ ના રોજ માતાજીના મંદિરે નવરંગો માંડવો તથા તા. ર૪/૦૩/ર૦ર૩ ના નવચંડી મહાયજ્ઞ સાથે ભવ્ય આયોજન કરેલ છે.

અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના શાખપુર ગામે પોૈરાણીક ડુંગરા ઉપર ખોડીયાર માતાજીનું મંદિર આવેલ છે, આ મંદિર કુદરતી સૌંદર્યથી ભરપૂર નયનરમ્ય વાતાવરણમાં આવેલ છે. આ મંદિરે અમરેલી જી૬ત્સિલા સમસ્ત મેવાડા પરીવાર (ભરવાડ) દ્વારા તા. ર૩/૦૩/ર૦ર૩ ના રોજ ર૪ કલાકનો ખોડીયાર માતાજીનો
માંડવો તથા તા. ર૪/૦૩/ર૦ર૩ ના રોજ પ૧ કુંડ નવચંડી યજ્ઞનું આયોજન કરેલ છે. જેની પુરજોશમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં જાહેર જનતાએ પધારવા હાદિ૬/ગ્:ત્સક નિમંત્રક છે. જગદીશ મેવાડા અમરેલીની યાદીમાં જણાવેલ છે.

Related Posts