શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ ‘પઠાણ’ને બોક્સઓફિસ પર મળેલી જબરજસ્ત સફળતાએ યશરાજ ફિલ્મ્સનો કોન્ફિડન્સ વધારી દીધો છે. પઠાણ બાદ યશરાજના સ્પાય યુનિવર્સની ફિલ્મ ટાઈગર ૩ રિલીઝ થવાની છે. ત્યારબાદ રિતિક રોશનની વોર ૨ પણ બોક્સઓફિસ પર ધૂમ મચાવવા આવશે. પઠાણથી શરૂ થયેલી હિટ ફિલ્મોની સફરને વોર ૨ સુધી સડસડાટ આગળ વધારવાનો યશરાજને વિશ્વાસ છે. આ ત્રણ ફિલ્મો બાદ પણ ઓડિયન્સને ઈમ્પ્રેસ કરવાની પરંપરાને જાળવી રાખવા યશરાજે સ્પાય યુનિવર્સની ફિલ્મો પર ફોકસ વધાર્યું છે.
આ સાથે સ્ટારકાસ્ટમાં પણ નવા અને ટેલેન્ટેડ સ્ટાર્સને સમાવવા તજવીજ હાથ ધરી છે. રિપોર્ટ્સ મુજબ, નવી જનરેશનની પ્રોમિસિંગ એક્ટ્રેસ શર્વરી વાઘને સ્પાય યુનિવર્સ માટે યશરાજ ફિલ્મ્સે પસંદ કરી છે. સલમાન ખાન, શાહરૂખ ખાન, કેટરિના કૈફ, જાેન અબ્રાહમ, ટાઈગર શ્રોફ, રિતિક રોશન અને દીપિકા પાદુકોણ જેવા એ-ગ્રેડ સ્ટાર્સની જેમ સ્પાય યુનિવર્સમાં સ્થાન નક્કી થયું છે, જેને શર્વરી વાઘની કરિયરમાં ગોલ્ડન પિરિયડ શરૂ થવાનો સંકેત મનાય છે. ૨૦૨૩ના વર્ષની શરૂઆતથી યશરાજ ફિલ્મ્સની બિગ બજેટ સ્પાય યુનિવર્સની ફિલ્મો ચર્ચામાં રહી છે. યશરાજે સ્પાય યુનિવર્સને વધુ પ્રભાવશાળી બનાવવા અને માર્વેલની જેમ લાંબા સમય સુધી તેને બોક્સઓફિસ પર સફળ બનાવવા સ્ટ્રેટેજી બદલી છે. કેટરિના કૈફ અને સલમાનખાનની ફિલ્મ ટાઈગર ૩નું પ્રોડક્શન ફાઈનલ સ્ટેજમાં છે. ટાઈગર ૩ની રિલીઝ પહેલાં વોર ૨ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
આ સાથે વોર ૨ પછીનો પ્લાન પણ યશરાજ ફિલ્મ્સના આદિત્ય ચોપરાએ બનાવ્યો છે. સલમાન ખાન અને શાહરૂખને લીડ રોલમાં રજૂ કરતી ફિલ્મ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અગાઉ પઠાણમાં સલમાન ખાનનો ટાઈગર કેમિયો હતો. સલમાનના આ કેમિયોને મળેલી સફળતા બાદ બંને સ્ટાર્સને લાંબો સમય સ્ક્રિન પર સાથે રાખવાનો ર્નિણય લેવાયો છે. આ નવા અખતરામાં યશરાજે શર્વરી વાઘને એન્ટ્રી આપી છે. સલમાન અને શાહરૂખ બંને સાથે ફિલ્મ કરી હોય તેવી એક્ટ્રેસને બોલિવૂડના એ-ગ્રેડ સ્ટાર્સની યાદીમાં સ્થાન મળે છે. જેને જાેતાં આગામી સમયમાં શર્વરી વાઘને સિતારા બુલંદ થવાનું નિશ્ચિત મનાય છે.
Recent Comments