સાવરકુંડલા ખાતે આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદ તથા તેની વિભિન્ન પાંખો દ્વારા એક વિશેષ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સંતો-મહંતો અને સંગઠનના અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદની સાથે સાથે રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ (ઓજસ્વિની), રાષ્ટ્રીય છાત્ર પરિષદ, હિંદૂ એડવોકેટ્સ ફોરમ, એક મુટ્ઠી અનાજ અને ઈંડિયા હેલ્પ લાઈન જેવા વિવિધ આયામોના સહયોગથી સંગઠનાત્મક કાર્યક્રમ સંદર્ભે આયોજનની માહિતી આપતાં આ મંચના અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડિયા સાહેબ દ્વારા સવિસ્તર માર્ગદર્શન અને માહિતી આપવામાં આવેલ.
સભા દરમિયાન “હર ગાંવ શહર મેં, હર કોલોની મેં શનિવાર સામુહિક હનુમાન ચાલીસા કેન્દ્ર” ના સંકલ્પ સાથે ધાર્મિક ચેતના જગાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ સમાજના જરૂરિયાતમંદ લોકો માટે સ્વાસ્થ્ય અને કાનૂની સહાય મળી રહે તે માટે હિંદૂ એડવોકેટ્સ ફોરમ તથા ઈંડિયા હેલ્પ લાઈન (મુફ્ત ૨૪ કલાક હેલ્પલાઈન) દ્વારા હાથ ધરાતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂજ્ય સંતો અને વક્તાઓએ ધર્મ રક્ષા, સંગઠન મજબૂતી, સુરક્ષા, સમૃદ્ધિ અને સ્વસ્થ હિંદુ સમાજ નિર્માણના વિવિધ પાસાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને અંતે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા ગોસ્વામી પરિવાર દ્વારા કરવામાં આવેલ.


















Recent Comments