શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના
જિલ્લાઓમાં બનતા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા કેદીઓને શોધી કાઢવા ખાસ સુચના આપેલ
હોય જે અન્વયે શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્વારા જિલ્લામાં બનતા ગુન્હાના
કામે નાસતા ફરતા આરોપી તથા કેદીઓને પકડી પાડવા ખાસ અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન
તથા સુચના આપેલ હોય જે અનુસંધાને શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના
માર્ગદર્શન હેઠળ એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ જિ.અમરેલી નાઓના સીધા સુપરવીઝન
હેઠળ ટીમને હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સોર્સ મારફતે હકીકત મળેલ કે, મહીલા પો.સ્ટે.
૧૧૧૯૩૦૦૧૨૩૦૦૧૧/૨૦૨૩ IPC કલમ ૪૯૮(ક),૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબના ગુન્હાના કામે નાસતો
ફરતો આરોપી સાગરભાઇ દીલીપભાઇ ભટ્ટી રહે.રાજકોટ, માધાપર ચોકડી, મીતરાજ એપાર્ટમેન્ટ વાળો જે દુબઇ
ખાતે રહેતો હોય તે હાલ ભારત આવેલ હોય અને વડોદરા મુકામે હોવાની સચોટ બાતમી હકીકત મળતા પેરોલ
ટીમ તુરતજ હકીકત વાળી જગ્યાએ જઇ આરોપીને તા.૦૩/૦૯/૨૦૨૬ ના રોજ બીલ ગામ તા.જિ.વડોદરા
ખાતેથી હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ મહિલા પો.સ્ટે.ને સોંપી આપવા તજવીજ કરેલ છે.
વિગતઃ- આ કામના આરોપી વિરૂદ્ધ આશરે ત્રણેક વર્ષ પહેલા તેમના પત્નીએ શારીરિક માનસિક દુ:ખ ત્રાસ
અને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરીયાદ અમરેલી મહીલા પોલીસ સ્ટેશનમા
કરતા મજકુર આરોપી વિરૂદ્ધ ઉપરોક્ત ગુન્હો દાખલ થયેલ હોય અને સદર ગુન્હાના કામે હાજર નહી થતા
નામદાર અમરેલી કોર્ટ દ્વારા મજકુર વિરૂદ્ધ CrPC કલમ ૭૦ મુબજનુ વોરંટ ઇશ્યુ કરેલ હોય જે બાબતની
આરોપી જાણ હોય અને પોતે દુબઇ મુકામે રહેતો હોય જે કામે મજકુર આરોપી આજદિન સુધી નાસતો ફરતો
હતો.
પકડાયેલ આરોપી:- સાગરભાઇ દીલીપભાઇ ભટ્ટી ઉ.વ.૩૪ ધંધો સેલ્સમેન રહે.ફલેટ નં.૫૦૨, મીતરાજ
એપાર્ટમેન્ટ, માધાપર ચોકડી, જામનગર રોડ, રાજકોટ હાલ રહે. ફલેટ નં.૪૦૧,
બ્લોક ડી, નીલકંઠ પાલ્મ, બીલ ગામ, તા.જિ.વડોદરા
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-
આ કામગીરી શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી
એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી, અના.એ.એસ.આઇ. કે.જે.બેરા, જી.એમ.નગવાડીયા, આઇ.ટી.
એક્સપર્ટ ધારાબેન ઠક્કર તથા આઉટ સોર્સ ડ્રાઇવર અશ્વિનભાઇ ચાવડા એ રીતેના જોડાયેલ હતા.


















Recent Comments