સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાકક્ષાના ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ટ્રેક્ટર અને મિની ટ્રેક્ટર ખરીદી કરેલ. ગ્રામ પંચાયતની સુવિધા માટે સ્વચ્છતા અભિયાન જળવાય રહે તે માટે ગામડામાં ગ્રામ પંચાયત દ્વારા હોમ ટુ હોમ ઘન કચરા કલેક્શન માટે ટ્રેક્ટર અને મિની ટ્રેક્ટર જનસેવા માટે સાવરકુંડલા તાલુકાની ગ્રામ પંચાયતને આ યોજના અંતર્ગત ફાળવણી કરવા આવેલ હતી.ચરખડીયા, કરજાળા, જુનાસાવર, મઢડા, વિજપડી, વંડા, આંબરડી અને ઘોબા ગામને ટ્રેક્ટર અને મિની ટ્રેક્ટર મળતાની સાથે ગ્રામ પંચાયત સ્વચ્છતા અભિયાનને વેગ મળશે.આ કાર્યક્રમમાં સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તેમજ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત વિવિધ અધિકારીઓ, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ લલિતભાઈ બાળધા, વિજયભાઈ ચાવડા ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેન, તાલુકા પંચાયત વિવિધ સમિતિ ના ચેરમેન, તાલુકા પંચાયત સદસ્યો, સાવરકુંડલા તાલુકા ભાજપ મંડળ ના તમામ પદાધિકારીઓ, તમામ ગ્રામ ના સરપંચ તેમજ ગ્રામ્ય કક્ષાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાકક્ષાના ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ટ્રેક્ટર અને મિની ટ્રેક્ટર ખરીદી

Recent Comments