દીકરા દીકરી લવ મેરેજમાં વાલીની સંમતિ માટે મુખ્યમંત્રી શ્રી ની બિન સરકારી બિલ લાવવા ની વાત ને આવકારતા પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર
અમરેલી દીકરા દીકરી લવ મેરેજમાં વાલીની સંમતિ માટે માન મુખ્યમંત્રીશ્રીએ એક જાહેર કાર્યક્રમમાં આ બાબતનો કાયદો લાવવા માટે ની વાત કરી છે તેને આવકારું છું ૧૪ મી વિધાનસભાના સભ્ય તરીકે વિધાનસભામાં બિન સરકારી બિલ પણ રજૂ કર્યું હતું અને તે બિલમાં તે વખતે મને આ બાબત સરકાર ગંભીરતા થી વિચારશે તેવી હૈયાધારણ પણ આપેલી હતી હાલ સરકાર આ બાબતની વિચારણા કરી રહેલ છે તેની દીકરીઓ પર ભારે મોટી અસર થવાની છે કોઈ દીકરીને લેભાગુઓ સાથે ભાગી જતી અટકશે અને છોકરો પરાણે લગ્ન કરવાની વાત કરશે તો લગ્નની નોંધણી જ નહીં થાય અને તેના કારણે દીકરી ઓનું લવજેહાદ જે વાત છે તેમાં પણ ભારે મોટો ફાયદો થશે તેવી ધારાસભ્ય તરીકે મેં વાત કરેલી આજે તે બાબત વિચારણા મા આવી તેને ખૂબજ આવકારું છું ઝડપભેર આવતા વિધાનસભા સત્રમાં બિલ લાવવામાં આવે તેવી પણ માન મુખ્યમંત્રીને વિનંતી કરું છું વિરજીભાઈ ઠુંમર પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય
Recent Comments