ફરિયાદકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સેવા પખવાડિયા ઝુંબેશ અન્વયે તા.૨૧ સપ્ટેમ્બરના રોજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
આયુષ્માન ભવઃ કાર્યક્રમ હેઠળ તા.૨૧ સપ્ટેમ્બરના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – ફરિયાદકા ખાતે સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં વધુ ને વધુ લોકો જોડાય અને રક્તદાન કરે તેવી આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરાઈ છે. આ કેમ્પમાં નામ નોંધવા માટે સુપરવાઈઝર હિરેનભાઈ રાજ્યગુરુ (૮૨૩૮૦૧૫૩૧૦), વિશાલભાઈ ભટ્ટ (૯૦૩૩૫૬૯૦૩૩), આરોગ્ય કર્મચારી રાજુભાઈ બાંભણીયા (૮૨૩૮૦૧૧૯૯૪), અશોકભાઈ મેર (૯૮૨૫૩૨૯૬૨૯) અને યોગેશભાઈ ચૌહાણ (૮૧૬૦૦૬૫૧૯૮) નો સંપર્ક કરી શકાશે.
આ કેમ્પ ઉપરાંત આગામી દિવસોમાં સેવા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા, આભાકાર્ડ કાઢવા સહિતની કામગીરીઓ હાથ ધરવામાં આવશે. આ રક્તદાન કેમ્પમાં તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ સહિત આરોગ્ય વિભાગના અધિકારીશ્રી – કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.
Recent Comments