ભાજપનું લોટસ અભિયાન પૂરજાેશમાં, AAPના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જાેડાયા
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/02/download-2024-02-03T194037.803.jpg)
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની હાલત એક સાંધે તેર તૂટે જેવી સ્થિતિ છે. આજે આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જાેડાઈ ગયા છે. આ સિલસિલામાં વધુ એક છછઁના નેતાએ રાજુનામું આપીને રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત છછઁને મોટો ઝટકો લાગ્યો છે. છછઁ માંથી રોહિત ભુવાએ એકાએક રાજુનામું આપી દીધું છે.
ગત વિધાનસભાની ચૂંટણીમાં જેતપુર-જામકંડોરણાથી ઉમેદવારી નોંધાવી હતી. આજે રોહિત ભુવાએ આમ આદમી પાર્ટીની તમામ જવાબદારી અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. પોરબંદર લોકસભા ઇન્ચાર્જ અને પ્રદેશ જાેઈન્ટ સેક્રેટરી પદ સહિત પાર્ટીના સભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. ભાજપનું લોટસ અભિયાન પૂરજાેશમાં ચાલી રહ્યું છે. પક્ષપલટાની મોસમમાં રોજ કોઈને કોઈ નેતા ભાજપમાં જાેડાઈ રહ્યાં છે. ત્યારે એક મહિના પહેલા આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું છે. ત્યારે છછઁના પૂર્વ ધારાસભ્ય આજે ભાજપમાં જાેડાયા છે.
જૂનાગઢમાં સીઆર પાટીલના હસ્તે ભૂપત ભાયાણીએ કેસરિયા કર્યા હતા. તો ભૂપત ભાયાણી બાદ આવતી કાલે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જાેડાશે. થોડા સમય પહેલા ભૂપત ભાયાણી બાદ ચિરાગ પટેલે પણ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારે તેઓ પણ આવતીકાલે કેસરિયા કરવા જઈ રહ્યાં છે. આજે એક તરફ ભૂપત ભાયાણીએ પક્ષપલટો કર્યો છે, તો બીજી તરફ, છછઁ ગુજરાતમાંથી રોહિત ભુવાએ રાજીનામું આપ્યું છે.
ગત વિધાનસભાની ચૂંટણીમાં રોહિત ભુવાએ જેતપુર – જામકંડોરણાથી આપ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. આપની તમામ જવાબદારી અને પ્રાથમિક સભ્ય પદેથી તેમણે રાજીનામુ આપ્યું છે. સાથે જ પોરબંદર લોકસભા ઈન્ચાર્જ અને પ્રદેશ જાેઈન્ટ સેક્રેટરી પદ સહિત પાર્ટીના સભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. તેઓએ અંગત કારણોસર પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. ત્યારે ભાયાણીને પગલે રોહિત ભુવા ભાજપમાં જાેડાય તેવી શકયતા નકારી શકાય નહિ.
Recent Comments