5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગણેશ શાળા ટીમાણાના પટાંગણમાં શાળાના બાળકો અને શિક્ષકગણ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જેમાં જુદા જુદા સ્થળોએ જુદા જુદા વૃક્ષો રોપવામાં આવ્યા બાળકોએ એક એક વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ લીધો હતો. ઉત્સાહ પૂર્ણ વાતાવરણ માં ઉલ્વાયેલ વિશ્વ પર્યાવરણ ના કાર્યક્રમ વેળાએ શિક્ષકોએ બાળકોને પર્યાવરણ સમતુલા, જાળવવા અને બચાવવા માટે વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું.
ગણેશ શાળા – ટીમાણામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

Recent Comments