અમરેલી

ખેતીવાડી ખાતાની ટ્રેક્ટર સહાય યોજના માટે તા. ૩૧.૧૦.૨૦૨૪ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી

ખેતીવાડી ખાતાની ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ મેળવવા માટે જિલ્લાના ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવા માટે વર્ષ ૨૦૨૪-૨૫ માટે આગામી તા.૨૫.૧૦.૨૦૨૪ થી તા. ૩૧.૧૦.૨૦૨૪ સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવનાર છે. ઓનલાઈન અરજી કરતી વખતે ખેડૂતોએ આધારકાર્ડ, મોબાઈલ નંબર, જમીનના ખાતા નંબર, જાતિ, સ્ત્રી-પુરુષ વગેરે જેવી વિગતો સાચી અને સચોટ નાંખવાની રહેશે. અધુરી કે ખોટી વિગતો વાળી અરજી માન્ય રહેશે નહીં. ખેડૂતોએ કરેલ ઓનલાઈન અરજીની પ્રિન્ટ નકલ પોતાની પાસે રાખવાની રહેશે. ત્યારબાદ ખેડૂતોને અગ્રતા ક્રમ મુજબ પૂર્વમંજૂરી આપવામાં આવશે. પૂર્વમંજૂરી મળ્યેથી ખેડૂતોએ સંબંધિત તાલુકાના કે ગામના વિસ્તરણ અધિકારી (ખેતી) અથવા ગ્રામ સેવક ને સાધનિક કાગળો સાથેની દરખાસ્ત જરૂરી આધાર પુરાવા સાથે રજુ કરવાની રહેશે. વધુ જાણકારી માટે સંબંધિત તાલુકાના કે ગામના વિસ્તરણ અધિકારી (ખેતી) અથવા ગ્રામ સેવકનો સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Related Posts