ઓડિશાના કટકમાં કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદૌસે પોલીસ પ્રશાસન પર હ્લૈંઇ ન લખવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે પોલીસે સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી વિદ્યાર્થીનીની ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો હતો. બારાબતી-કટક સીટના પ્રથમ મુસ્લિમ ધારાસભ્ય સોફિયાએ પોલીસની જવાબદારીની તપાસની માંગ કરી છે. તેણે કહ્યું કે પોલીસે કથિત રીતે મહિલાને ફરિયાદ નોંધાવવા માટે એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશનમાં મોકલી હતી. પત્રકારો સાથે વાત કરતી વખતે સોફિયાએ કહ્યું કે તેણે ડ્ઢય્ઁ રૂ.મ્. ખુરાનિયાએ આ ઘટના સંદર્ભે આવેદનપત્ર આપ્યું હતું. તેઓનો આરોપ છે કે જ્યારે પીડિતાએ આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા માટે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો, ત્યારે કટકના ત્રણ પોલીસ સ્ટેશનોએ તેને નોંધવાનો ઇનકાર કર્યો.
સોફિયાએ એવો પણ દાવો કર્યો હતો કે હાલમાં પીડિતાનો સંપર્ક થઈ શકતો નથી અને તેની સુરક્ષા અંગે ચિંતા છે. તેમણે કહ્યું, “કટક જેવા ગીચ વસ્તીવાળા શહેરમાં આવી ઘટનાઓ પહેલા ક્યારેય બની નથી, જાે આવી ઘટનાઓ અહીં બની રહી છે, તો તે ચિંતાનો વિષય છે.” તેણે વધુમાં કહ્યું કે મેં સાંભળ્યું છે કે પોલીસે શરૂઆતમાં કેસ નોંધ્યો ન હતો. કોંગ્રેસ નેતાનો દાવો છે કે મહિલા પહેલા પુરી ઘાટ પોલીસ સ્ટેશન, પછી સદર પોલીસ સ્ટેશન અને પછી બરંગ પોલીસ સ્ટેશન ગઈ. જે બાદ બદમ્બાડી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.
પોલીસનું કહેવું છે કે તેમણે આ કેસમાં છ લોકોની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે આ ધરપકડોમાં વિદ્યાર્થીનો બોયફ્રેન્ડ પણ સામેલ છે, જેણે વિદ્યાર્થિની પર ઘણી વખત ગેંગરેપ કર્યો હતો અને તે કૃત્યોનો વીડિયો બનાવ્યો હતો. વિદ્યાર્થીનું કહેવું છે કે તે તેના બોયફ્રેન્ડ સાથે પુરી ઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના એક કાફેમાં જન્મદિવસની પાર્ટી મનાવવા માટે ગઈ હતી. કેફેના માલિકની મદદથી પ્રેમીએ તેમના ફોન પર તેમની કેટલીક ખાનગી પળોનો વીડિયો શૂટ કર્યો હતો. આ જ વીડિયો દ્વારા તેના પ્રેમી અને તેના મિત્રોએ તેને બ્લેકમેલ કરીને વારંવાર તેની સાથે બળાત્કાર કર્યો હતો. કાયદા પ્રધાન પૃથ્વીરાજ હરિચંદને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર મહિલાઓ સામેના ગુનાઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવી રહી છે અને ઓડિશાને ૨૦૨૬ સુધીમાં આવા ગુનાઓથી મુક્ત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Recent Comments