વસ્તી ગણતરી -૨૦૨૭ ભારત સરકાર દ્વારા હાથ ધરાતી રાષ્ટ્ર નિર્માણની અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. ગુજરાત રાજ્યમાં જન ગણતા – ૨૦૨૭ અંતર્ગત સ્વ-ગણતરી (Self Enumeration)પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. હવે જન ગણનામાં સહભાગી થવું વધુ સરળ, સ્માર્ટ અને સુવિધાજનક બન્યું છે. નાગરિકો જાતે કોમ્પ્યુટર કે મોબાઇલ પર જ ઓનલાઇન સ્વ-ગણતરીમાં ભાગ લઈ શકે છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા માહિતી કચેરી અમરેલીના કર્મયોગીઓએ સ્વ-ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી છે.
અમરેલી જિલ્લાના નાગરિકો ૩૧ મે, ૨૦૨૬ સુધી રોજના ૨૪ કલાક, દેશના કોઈપણ ખૂણેથી આપ hppts://se.census.gov.in પોર્ટલ પર જઈ સરળતાથી સ્વ-ગણતરી કરી શકશો. અથવા કમ્પ્યુટર દ્વારા ઘેર બેઠા જ થોડી જ મિનિટોમાં આપના વર્તમાન રહેઠાણ તથા પરિવારની વિગતો સરળતાથી નોંઘી શકાશે.
સ્વ-ગણતરી માટે કોઈપણ પ્રકારના દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર રહેશે નહીં. સ્વ-ગણતરી પૂર્ણ થયા બાદ આપને એક યુનિક SEID પ્રાપ્ત થશે. ત્યારબાદ ગણતરીદાર આપના ઘરે મુલાકાતે આવે ત્યારે માત્ર SEID દર્શાવી સમગ્ર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી શકાશે.















Recent Comments