ખાંભા તાલુકાના અનિડા પ્રાથમિક શાળા, બાબરપુર પ્રાથમિક શાળા, ભાડ પ્રાથમિક શાળા, ભુંડણી પ્રાથમિક શાળા, ચતુરી પ્રાથમિક શાળા, દડલી પ્રાથમિક શાળા, દાઢીયાળી પ્રાથમિક શાળા, ડેડાણ કન્યા પ્રાથમિક શાળા, ધારી નાની પ્રાથમિક શાળા, જીકીયાળી પ્રાથમિક શાળા, જુના માલકનેસ પ્રાથમિક શાળા, ખડાધાર પ્રાથમિક શાળા, ખાંભા નવી વસાહત પ્રાથમિક શાળા, મુજીયાસર પ્રાથમિક શાળા, નાનુડી પ્રાથમિક શાળા, નવા માલકનેસ પ્રાથમિક શાળા, નેસડી-૨ પ્રાથમિક શાળા, નિંગાળા-૨ પ્રાથમિક શાળા, પીપળવા પ્રાથમિક શાળા, રબારીકા પ્રાથમિક શાળા, રાયડી પ્રાથમિક શાળા, ત્રાકુડા પ્રાથમિક શાળા, વિસાવદર નાના પ્રાથમિક શાળા, ઉદાણી પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન કેન્દ્ર ખાતે સંચાસલક કમ કુકની આવશ્યકતા છે. આ માટે તા.૩૦-૦૫-૨૦૨૬ ૨.૦૦ વાગ્યા સુધીમાં અરજી કરવી. ઉંમર ઓછામાં ઓછા ૨૦ વર્ષ પૂર્ણ થયા હોય અને ૬૦ વર્ષથી ઓછી હોય તેવા લાયક ઉમેદવાર અરજી કરી શકશે. સરકારના નિયમોનુસાર માનદ વેતન મળવાપાત્ર છે.
નિયત અરજી પત્રક કચેરીના સમય દરમિયાન ખાંભા મામલતદાર કચેરી અથવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરી, પી.એમ.પોષણની કચેરી અમરેલી ખાતેથી મળી શકશે. અરજી ફોર્મ ભરીને આધાર-પુરાવા સાથે તા. ૩૦-૦૫-૨૦૨૬ના રોજ બપોર ૨.૦૦ વાગ્યા સુધીમાં રજીસ્ટ્રી શાખા-મામલતદાર કચેરી, ખાંભા ખાતે પહોંચાડવાનું રહેશે. સ્થાનિક રહેવાસી અને મહિલા ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે તેમ ખાંભા તાલુકા મામલતદારશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
















Recent Comments