સણોસરામાં પૂર્ણા દિવસની થઈ ઉજવણી
ઈશ્વરિયા મંગળવાર તા.૨૪-૧૨-૨૦૨૪ સંકલિત બાળવિકાસ યોજના કચેરી અંતર્ગત સણોસરામાં આંગણવાડી કેન્દ્રો અંતર્ગત પૂર્ણા દિવસની થઈ ઉજવણી છે. ફરજ પરનાં અધિકારી શ્રી હેમાબેન દવેનાં માર્ગદર્શન સાથે કિશોરીઓને સારી વર્તણુક અને જીવન કૌશલ્ય સમજ અપાઈ. આંગણવાડી કાર્યકર્તા શ્રી સંગીતાબેન ચાવડા, શ્રી હિનાબેન પુરોહિત અને શ્રી કૈલાસબેન ચૌહાણ, શ્રી ચંદ્રિકાબેન મકવાણા દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.
Recent Comments