ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના પ્લેસમેન્ટ સેલ દ્વારા ભાવનગર અને બોટાદ જિલ્લા માટે નોડલ
સંસ્થા તરીકે સતત બીજા વર્ષે ભાવનગરની સરકારી ઈજનેરી કોલેજ (GEC) ના પરિસરમાં રોજગાર મેળા-૨૦૨૫નું
આયોજન કરવામાં આવ્યું હતું.બંને જિલ્લાની સરકારી તેમજ અનુદાનિત કોલેજોની વિવિધ વિદ્યાશાખાઓ જેવી કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ
પોલિટેક્નિક અને ડિગ્રી ઈજનેરી તથા લૉ કોલેજ, વગેરેના અંદાજે ૬૧૦ નોકરી ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે ૧૪ જેટલી
કંપનીઓ દ્વારા વિવિધ હોદ્દાઓ અને લાયકાતને અનુરૂપ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઔદ્યોગિક એકમો
દ્વારા ૩૧૩ વિદ્યાર્થીઓને સ્થળ પર જ નિમણૂંકના હુકમ એનાયત કરવામાં આવ્યા હતા.સંસ્થાના આચાર્યશ્રી પ્રો. ડૉ. મંગલભાઇ ભટ્ટ, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રકાશભાઇ ગોરસીયા અને તંબોલી કાસ્ટીંગ લિમિટેડના ઉપ પ્રમુખ મહેશભાઇ માધનાણીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
અત્રે નોધનીય છે કે, ભાવનગર તથા બોટાદ જિલ્લાની તમામ સરકારી તેમજ અનુદાનિત કોલેજોમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં તેમજ વર્ષ ૨૦૨૫માં અભ્યાસ સમાપ્ત થતો હોય તેવા વિદ્યાર્થીઓએ રોજગાર મેળામાં ભાગ લીધો હતો.
ભાવનગર અને બોટાદ જિલ્લા માટે સરકારી ઈજનેરી કોલેજ ખાતે પ્લેસમેન્ટ કેમ્પ રોજગાર મેળો યોજાયો

Recent Comments