સાવરકુંડલા વિધાનસભામા રમતપ્રેમીઓ માટે ક્રિકેટનો મહાકુંભ નાવલી પ્રીમિયર લીગનો
ભવ્ય શુભારંભ પ્રસંગે સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી ને પહલગામ ના શહીદો ને શ્રદ્ધાંજલિ
આપવામાં આવી આ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન નાયબ દંડક શ્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા લોકસભા
સાંસદ,શ્રી ભરતભાઈ સુતરીયા યુવા નેતા તેમજ લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેસભાઈ કસવાળા
,ધારાસભ્યશ્રી જનકભાઈ તલાવિયા મહાનુભાવોની નાવલી પ્રીમિયર લીગ” (NPL) નો ભવ્ય
પ્રારંભ કરવામાં આવ્યું
પ્રારંભિક દિવસથી જ ટૂર્નામેન્ટમાં સાવરકુંડલા વિધાનસભા ની વિવિધ ૫૬ ટીમો વચ્ચે
રોમાંચક મુકાબલો શરૂ થયો છે. આયોજકો દ્વારા પ્રશસ્ત વ્યવસ્થાઓ અને ઉત્કૃષ્ટ આયોજન
કરાયું છે.આ ક્રિકેટ મહાકુંભ સમગ્ર વિસ્તારમાં રમતગમતની નવી ઉર્જા ફૂંકશે. આ તકે નાયબ
દંડક શ્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા લોકસભા સાંસદ,શ્રી ભરતભાઈ સુતરીયા યુવા નેતા તેમજ
લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેસભાઈ કસવાળા ,ધારાસભ્યશ્રી જનકભાઈ તલાવિયા,જિલ્લા ભાજપ
પ્રમુખ અતુલ ભાઈ કાનાણી બક્ષીપંચ મોરચા ના મંત્રી મયુરભાઈ માંજરીયા ,માર્કેટિંગ યાર્ડ
ચેરમેન દિપકભાઈ માલાણી,શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધ સિહ રાઠોડ ,નગરપાલિકા પ્રમુખ
મેહુલભાઈ ત્રિવેદી, તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ ડોબરિયા ,તાલુકા પંચાયત પ્રમુખ
જીતુભાઈ કાછડિયા, લિલિયા ભાજપ પ્રમુખ જીગ્નેશભાઈ સાવજ લિલિયા તાલુકા પંચાયત
પ્રમુખ કાનજીભાઈ નાકરાણી,પ્રાંત કલેકટર શ્રી ,પી.જી.વી.સી.એલ. ડી.ઈ.ચોધરી સાહેબ, તેમજ
સાવરકુંડલા નગરપાલિકા સદસ્યોશ્રી,તાલુકા પંચાયત લિલિયા ,સાવરકુંડલા સદસ્યોશ્રી ,જિલ્લા
ભાજપ ,શહેર,તાલુકાભાજપ હોદેદારશ્રી તેમજ સાવરકુંડલા વિધાનસભાના ક્રિકેટ પ્રેમીઑ
બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ તેવુ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ
અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments