ભાવનગર

કર્મયોગ વિદ્યાસંકુલ – હબુકવડે સતત પાંચમાં વર્ષે ધોરણ – 12 સામાન્ય પ્રવાહનું 100% પરિણામ મેળવી અનેરી સિદ્ધિ હાંસલ કરી

તળાજા તાલુકાનાં હબુકવડ ગામે આવેલી શ્રી કર્મયોગ વિદ્યાસંકુલે સામાન્ય પ્રવાહમાં સતત પાંચમે વર્ષે પણ 100% પરિણામ પ્રાપ્ત કરી શૈક્ષણિક ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. શાળામાં પ્રથમ ક્રમે જાની મિતલબેન જીતેન્દ્રભાઈ (હબુકવડ) 99.69 PR , દ્વિતીય ક્રમે ફગા જ્યોતિબેન નાગભાઈ (સાંજણાસર) 99.25 PR , તૃતીય ક્રમે પરમાર મુદ્રાબા સંદીપસિંહ ( બોરલા) 98.85 PR , ચતુર્થ ક્રમે વાઘેલા પારુલબેન ચંદુભાઈ (કુંઢેલી) 98.67 PR અને પાંચમાં ક્રમે જાની મનસ્વી જનકભાઈ (માખણિયા) 98.52 PR મેળવેલ છે. શાળાના 9 વિધાર્થીઓએ 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. તેની સાથે જ શાળાના પરમાર મુદ્રાબા સંદીપસિંહે તત્વજ્ઞાન , ભૂગોળ અને મનોવિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ અદ્વિતીય સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. શાળાના ઐતિહાસિક અને ઉત્કૃષ્ટ પરિણામ બદલ  વિધાર્થીઓને અને શિક્ષકોને સંચાલકો દ્વારા ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છા પાઠવવામાં આવી છે.

Related Posts