તા.૩૧ મે, ‘વિશ્વ તમાકુ દિન’ તરીકે ઉજવવામાં આવે છે. આ માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા દર વર્ષે જનજાગૃત્તિ અર્થે થીમ આધારિત કાર્યક્રમો યોજવામાં આવે છે. અમરેલી જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ દ્વારા શનિવાર તા.૩૧ મે, ૨૦૨૫ના રોજ સવારે ૮.૩૦ વાગ્યે જનજાગૃત્તિ અર્થે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રેલીનો પ્રારંભ સવારે ૮.૩૦ કલાકે અમરેલી જિલ્લા પંચાયતના પરિસરથી થશે. શહેરમાં રેલીના માધ્યમથી તમાકુ અને તેની બનાવટોનો ઉપયોગ ન કરવા અંગેની જનજાગૃત્તિ અર્થે નાગરિકોનું ધ્યાન આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવશે.
વિશ્વ તમાકુ દિન ૨૦૨૫ની થીમ, ‘અન માસ્કીંગ ધ અપીલ: તમાકુ અને નિકોટિન ઉત્પાદનો પર ઉદ્યોગની યુક્તિઓનો ખુલાસો’ રાખવામાં આવી છે. જે તમાકુ અને નિકોટિન ઉદ્યોગો દ્વારા ઉત્પાદનોને આકર્ષક બનાવવા માટે ઉપયોગમાં લેવાતી યુક્તિઓનો ખુલાસો કરવા પર કેન્દ્રિત કરે છે, તેમ અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી-વ- નોડલ ઓફિસર ટોબેકો કંટ્રોલ, અમરેલી જિલ્લા પંચાયતે એક યાદીમાં જણાવ્યુ છે.


















Recent Comments