અમરેલી

ડૉ.કલામ ઈનોવેટીવ સ્કૂલને કિલરોસ્કર કંપની દ્વારા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં  “વસુંધરા મિત્ર” સન્માન આપવામાં આવ્યું

અમરેલી સ્થિત ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલના કલામ યુથ સેન્ટર (કે. વાય. સી) સ્ટાર્ટ-અપ સ્ટુડિયોને પ્રતિષ્ઠિત કિલરોસ્કર વસુંધરા સન્માન – ૨૦૨૫’થી સન્માનિત કરવામાં આવ્યું છે. આ સન્માન અમદાવાદમાં યોજાયેલ કિલરોસ્કર વસુંધરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ – ૨૦૨૫માં અપાયું હતું.કે.વાય.સી.સ્ટાર્ટ-અપ સ્ટુડિયો, જેની સ્થાપના ડૉ. કલામ ઇનોવેટીવ સ્કુલના ડાયરેક્ટર શ્રી જયભાઈ કાથરોટીયા દ્વારા કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓને શીખવા, નવીનતા લાવવા અને સમાજમાં યોગદાન આપવા માટે એક અનોખો મંચ આપે છે. શાળાનાં વિદ્યાર્થીઓને ટેકનિકલ, ઉદ્યોગસાહસિક અને સર્જનાત્મક કુશળતાઓમાં તાલીમ આપીને તેમને ‘શીખતા શીખતા કમાવા’ પ્રેરિત કરે છે. ૧૩ થી ૧૬ વર્ષની વયના વિદ્યાર્થીઓ ડિજિટલ ફેબ્રિકેશન, લેસર કટીંગ, સબલિમેશન પ્રિન્ટીંગ અને પ્રોડક્ટ ડિઝાઇનમાં પ્રાયોગિક તાલીમ મેળવી પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો – જેમ કે આધારિત વસ્તુઓ, કોતરણીવાળી હસ્તકલા, ફરીથી વાપરી શકાય તેવી ઘર સજાવટની વસ્તુઓ અને બાયોડિગ્રેડેબલ સામાન તૈયાર કરે છે. આ તમામ ઉત્પાદનો ગર્વથી ‘મેડ ઈન અમરેલી મેડ બાય સ્ટુડન્ટ’ લેબલ સાથે વેચાણ માટે ઉપલબ્ધ થાય છે. માત્ર છ મહિનામાં જ વિદ્યાર્થીઓએ ૮ લાખ રૂપિયાનો વેચાણ કરી પોતાની કુશળતાનો દાખલો આપ્યો છે અને સાત્વિક ફૂડ ફેસ્ટિવલ તેમજ આઈ. આઇ. એમ. અમદાવાદ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ જેવા મંચ પર માન્યતા મેળવી છે. આ પહેલને ઉદ્યોગસાહસિકતા માટે જી. ટી. યુ. વેન્ચર્સ સંકુલ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. કે. વાય. સી. સ્ટાર્ટ-અપ સ્ટુડિયો યુએનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સાથે સંકળાયેલ છે અને વિદ્યાર્થીઓમાં ટકાઉ વિકાસ, વિજ્ઞાન જાગૃતિ અને આત્મનિર્ભરતા વિકસાવે છે. આ સફળ પહેલના યોગદાનને માન આપતા કિર્લોસ્કર વસુંધરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા આ સન્માન અપાયું છે.આ અવસર દ્વારા શાળા પરિવાર, વિદ્યાર્થીઓ તથા સમગ્ર અમરેલી માટે ગર્વની ક્ષણ સર્જાય હતી.

Related Posts