ગુજરાત

સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ આયોજિત દિવ્ય સંસ્કાર વિધિ સંપન્ન

સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ આયોજિત દિવ્ય સંસ્કાર વિધિ સંપન્ન.સુરત અખિલ વિશ્વ શ્રી ગાયત્રી  પરિવાર શાંતિકુંજ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય દેવ રચિત વૈદિક ભારતીય સંસ્કૃતિ માં  આવતા ઉતમ સોળ સંસ્કારો પૈકી વિવિધ સંસ્કાર વિધિ નો સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું હતું જેમાં દિવ્ય સંસ્કાર વિધિ માં અનેક સદભાગ્ય શાળી પરિવારો એ ઉત્સાહ ભેર  લાભ મેળવ્યો હતો જેમાં સગર્ભા ધાત્રી માતા ઓનાં ના ગર્ભ સંસ્કાર વિધિ ૧૨ તેમજ તેજસ્વી છાત્રો માટે વિદ્યારંભ ૨ નામકરણ જન્મ દિવસ ઉત્સવ અનનપ્રાશન ૭ મુંડન ૧ ગુરૂ-દીક્ષા ઉપનયન (ઉપવેશન)  કર્ણવેધ એમ કુલ મળી.૨૪ પરિવારો માં દિવ્ય સંસ્કાર વિધિ કરાયો હતો  વૈદિક મંત્રોચ્ચાર ની દિવ્ય ધ્વનિ  વચ્ચે દિવ્ય સંસ્કાર વિધિ સંપન્ન થયો હતો ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ પ્રજ્ઞા હોલ ભાતવાડી, મીની બઝાર વરાછારોડ સુરત.પરિસર નાના ભૂલકા ના કલરવ વચ્ચે હર્ષ ઉલ્લાસ થી દરેક સદભાગ્ય શાળી પરિવારો ને પૂજ્ય ગુરુદેવ રચિત સદસાહિત્ય ની ભેટ અર્પણ કરાય હતી 

Related Posts