શહેરના નેસડી રોડ પર સાવરકુંડલાના ખોડીયાર પાનથી ન્યારા પેટ્રોલ પંપ સુધીના માર્ગ પર સર્જાયેલી અકસ્માતની ભીતિ અને બાર જેટલા બંપ પર પટ્ટાના અભાવે વાહનચાલકોને થતી હાલાકીનો મુદ્દો મીડિયામાં ગાજ્યા બાદ તંત્રએ હરકતમાં આવી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. ‘Aapdu kundla ’ પત્રકાર પાંધીસર ડિજિટલ ન્યૂઝ દ્વારા આ સમસ્યાને વાચા આપવામાં આવતા, તંત્રએ તાત્કાલિક ધોરણે તમામ બંપ પર સફેદ પટ્ટા મારી લોકશાહીમાં મીડિયાની સજાગતાનો પુરાવો આપ્યો છે. હજુ
ગત સોમવારે Aapdu kundla ’ યુટ્યુબ ચેનલ અને ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ પર પત્રકાર પાંધીસર દ્વારા એક વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેમાં દર્શાવાયું હતું કે સાવરકુંડલાથી ન્યારા પેટ્રોલ પંપ સુધીના માર્ગ પર બાર જેટલા બંપ તો બનાવવામાં આવેલા છે, પરંતુ તેના પર નિયમાનુસાર સફેદ પટ્ટા ન હોવાથી દિવસે અને રાત્રિના સમયે વાહનચાલકોને બંપ દેખાતા ન હતા. જેને કારણે નાના-મોટા અકસ્માતોની હારમાળા સર્જાવાની ભીતિ સેવાતી હતી. આ અહેવાલ સોશિયલ મીડિયા અને વિવિધ સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં લોકોમાં ભારે જાગૃતિ જોવા મળી હતી.
તંત્ર દ્વારા ત્વરિત સંજ્ઞાન
લોક લાગણી અને મીડિયાના અહેવાલની ગંભીરતા સમજીને વહીવટી તંત્ર દ્વારા વિલંબ કર્યા વગર યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. નિયમાનુસાર તમામ બંપ પર સફેદ પટ્ટા મારવાની કામગીરી પૂર્ણ કરવામાં આવતા હવે વાહનચાલકો દૂરથી જ બંપ જોઈ શકશે, જેથી અકસ્માતનું જોખમ ઘટ્યું છે.
”જો મીડિયા સક્રિય હોય અને લોકો જાગૃત હોય, તો તંત્રએ પણ સતર્ક રહીને પ્રજાના કામો કરવા જ પડે છે. આ ઘટના મીડિયા અને જનતાની શક્તિનો ઉત્તમ દાખલો છે.” – સ્થાનિક નાગરિક આ કામગીરીને દીપકભાઈ પંડ્યા, કિશોરભાઈ બુહા ગિરીશભાઈ સમેત સ્થાનિકો દ્વારા બિરદાવવામાં આવી
લોકોએ વ્યક્ત કર્યો આભાર
તંત્રની આ ત્વરિત કામગીરીથી સ્થાનિકો અને નેસડી રોડ પરથી પસાર થતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. લોકોએ ‘Aapdu kundla પત્રકાર પાંધીસર ડીજીટલ ન્યૂઝના પત્રકાર પાંધીસરની નિડર પત્રકારત્વની સાથે-સાથે તંત્રની સકારાત્મક કામગીરીનો પણ જાહેર આભાર માન્યો છે. આ સફળતાએ સાબિત કર્યું છે કે જનતાના પ્રશ્નોને જો યોગ્ય રીતે રજૂ કરવામાં આવે, તો તંત્ર ચોક્કસપણે ફરજ નિભાવવા મજબૂર બને છે.


















Recent Comments