પાલીતાણા ના વાળુંકડ વિનય વિહાર કેળવણી મંડળ સંચાલિત લોક વિદ્યાલય વાળુકડના ઉપાસના ભવન ખાતે તા પદ્મશ્રી ડૉ.જગદીશભાઇ ત્રિવેદી અને સંસ્થાના આદ્ય સ્થાપક નાનુભાઇ શિરોયા જીવરાજભાઇ સુરાણી વલ્લભભાઇ સવાણી સંસ્થાના પ્રમુખ વિરેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ અને આમંત્રિત મહેમાનો, વાલીગણની બહોળી ઉપસ્થિતિમાં યોજાયેલ.
જેમાં નાનુભાઇ શિરોયાના જીવન અને સંસ્થાના સંઘર્ષની ગાથા આલેખતું પુસ્તક “લોકતીર્થના યાત્રી ”પુસ્તકનું વિમોચન અને ડૉ.નટવરલાલ રાજપરાના સહયોગથી નવનિર્માણ પામેલ સ્મૃતિ ભવનનું લોકાર્પણ યોજાયેલ.
આ કાર્યક્રમમાં પદ્મશ્રી ડૉ.જગદીશભાઇ ત્રિવેદીએ જણાવેલ કે ચાર પ્રકારના ઋણ હોય છે.(1)દેવઋણ(2) પિતૃઋણ (3) માતૃભૂમિઋણ અને (4) ગુરુઋણ.આપણા ઉપર ગુરુના અગણિત ઉપકાર હોય છે. ગુરુ જ્ઞાન પણ છે અને ગુરુ ધ્યાન પણ છે. જેનું જીવન સાદું એ સાધુ.જેનું જીવન પારદર્શક એ સાધુ. જેનું જીવન સાચું એ સાધુ. માત્ર કથન કરવાથી કાંઇ ન થાય. કથનની અંદર કર્મને પણ વણવું પડે. એક પિતા માટે સૌથી નજીકનું પાત્ર એની દીકરી હોય છે.આ પ્રસંગે સ્મૃતિ ભવન માટે ઘટતા દાન પૈકી ડૉ.જગદીશ ત્રિવેદીએ રૂ.5 લાખનું અને વલ્લભભાઇ સવાણીએ રૂ.10 લાખના અનુદાનની જાહેરાત કરેલ. અન્ય મહાનુભાવોએ પણ નાના-મોટા દાનની જાહેરાત કરેલ. કુલ 20 લાખ જેટલું દાન પ્રાપ્ત થયું હતું. લોકતીર્થના યાત્રી પુસ્તકના લેખક મહેશ પઢારિયાએ રાજીપો વ્યક્ત કરેલ. આભારવિધિ રાઘવજીભાઇ ડાભીએ કરેલ.
Inbox


















Recent Comments