અમરેલી

શ્રીજી વિધાર્થી ભુવન અમરેલી ખાતે ઇકો ફ્રેન્ડલી હોલિકા દહન

શિક્ષણ અને સંસ્કાર માટે સુવિદિત એવા શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં તારીખ ૦૨-૦૩-૨૦૨૬ ના રોજ શાળાના વિધાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી
હોલિકા દહન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.
જેમાં સંસ્થામાં ગાયોના ગોબરમાંથી બનેલ છાણા તથા કપૂર,ગુગળ,હવન સામગ્રી અને ગાયના ધી નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોઈ
પણ કેમિકલ્સ કેરોસીન કે પ્લાસ્ટિક નો ઉપયોગ ન થવાથી આ પ્રાકૃતિક રીતે થયેલ હોળીનું મહત્વ વિધાર્થીઓ સમજ્યા હતા પર્યાવરણ જાગૃતિ
અને પ્રદૂષણ મુક્ત તહેવારોની ઉજવણીએ આ સંસ્થા ની પરંપરા રહેલી છે. લાઠી રોડની સોસાયટી ના મોટા પ્રમાણમાં રેહવાસીઓ આ
કાર્યકમમાં હાજરી આપી હતી. અને હોલિકા ને પ્રદર્શન કરી સારા સ્વાસ્થ્યની કામના કરી હતી. ઘણા શ્રીફળો પણ પધરાવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં શાળાનાં વિદ્યાર્થી ઓ એ સુંદર રંગોળીના સુશોભન સાથે હોળી ની ગોઠવણી કરી હતી. સંચાલક શ્રી દિપકભાઈ
વઘાસીયાએ સંસ્થા તરફથી દરેકને ખજુર,દાળિયા,ધાણી અને શીંગનો પ્રસાદ બધાને આગ્રહપૂર્વક લેવા સંસ્થાની સામજીક નિસ્બત પણ પ્રગટ
કરી હતી. વિધાર્થીઓની શિસ્ત અને કાર્યક્રમને સફળ બનાવવાની તત્પરતા ઉઠીને આંખેવળગે તેવી સ્વચ્છતા ના ધ્યાનાકર્ષક રહ્યા હતા.

Related Posts