રાજ્ય સરકાર દ્વારા જનસેવાને વધુ સરળ, પારદર્શક અને સુલભ બનાવવા માટે અમલમાં મુકાયેલા ‘સેવા
સેતુ ૨.૦’ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના વિવિધ ક્લસ્ટર ગામોમાં ‘સેવા સેતુ કેમ્પનું’
આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓના લાભો એક જ
સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
તા. ૦૭ માર્ચ, ૨૦૨૬ના રોજ રાણપરડા (ખારા) કેંદ્રવર્તી શાળા, રાણપરડા (ખારા) ખાતે સેવા સેતુ કાર્યક્રમ
યોજાશે. જેમાં ચોંડા, લીલીવાવ, માળીયા (ખારા), માનવડ(હ), પાંચપીપળા, ઘેટી, કંજરડા, દુધાળા, નાનીમાળ અને
આદપુર ગામોના ગ્રામજનો લાભ લઈ શકશે.
તા. ૧૦ માર્ચ, ૨૦૨૬ના રોજ વડાળ પ્રાથમિક શાળા, વડાળ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં
બોદાનાનેસ, વિજાનાનેસ, સાતાનાનેસ, ભંડારીયા, પાંડેરીયા, નાની રાજસ્થળી, સાંજણાસર, ઠાડચ અને રાજપરા (ઠા)
ગામના લોકો લાભ લઈ શકશે.
તા. ૧૨ માર્ચ, ૨૦૨૬ના રોજ સોનપરી-૧ પ્રાથમિક શાળા, સોનપરી ખાતે યોજાનારા સેવા સેતુ કાર્યક્રમમાં
લાખાવાડ, માંડવડા, અનિડા (ડેમ), મેઢા, નાની પાણીયાળી, મોટી પાણીયાળી, લાપાળીયા, થોરાળી, ભૂતિયા અને
માયધાર ગામના ગ્રામજનો લાભ મેળવી શકશે.
તા. ૧૩ માર્ચ, ૨૦૨૬ના રોજ માલપરા પ્રાથમિક શાળા, માલપરા ખાતે યોજાનારા સેવા સેતુ કાર્યક્રમમાં
ભારાટીંબા/ઓવનપુર, વિરપુર (પાલી), મોખડકા, મોટી રાજસ્થળી, ખીજડીયા (મો), લુવારવાવ, જામવાળી,
ભાદાવાવ, પીપરડી-૧/૨, રંડોળા, ભુંડરખા અને સગાપરા ગામના ગ્રામજનો લાભ મેળવી શકશે.
તા. ૧૬ માર્ચ, ૨૦૨૬ ના રોજ આંકોલાળી પ્રાથમિક શાળા, આંકોલાળી ખાતે યોજાનારા કાર્યક્રમમાં સેંજળીયા,
જાળીયા (આં), નવા – જુના લોંઇચડા, જમણવાવ, રતનપર, વાળુકડ, પીથલપુર, મોતીસરી, વડીયા, બહાદુરગઢ,
બહાદુરપુર અને જાળીયા (ખારા) ગામના લોકો લાભ લઈ શકશે.
તા. ૧૭ માર્ચ, ૨૦૨૬ના રોજ જાળિયા(અમ) કેંદ્રવર્તી શાળા, જાળિયા(અમ) ખાતે યોજાનારા કાર્યક્રમમાં
દેદરડા, જાળીયા (માના), ડુંગરપુર, જીવાપુર, રોહિશાળા, ગણધોળ, હાથસણી, નાના-મોટા ગરાજીયા અને ફાચરા
ગામના લોકો લાભ લઈ શકશે.
તા. ૨૦ માર્ચ, ૨૦૨૬ના રોજ નોંધણવદર કેંદ્રવર્તી શાળા, નોંધણવદર ખાતે યોજાનારા કાર્યક્રમમાં કુંભણ,
જુના સરોડ, અનિડા (કુંભણ), નવા સરોડ, સમઢીયાળા (મુ), ખીજડીયા (નોંધ), નવાગામ, નેસડી, હણોલ, ખાખરીયા
અને બડેલી ગામના લોકો લાભ લઈ શકશે.
આ સેવા સેતુ કાર્યક્રમમાં આવકનો દાખલો, જાતિ પ્રમાણપત્ર અને નોન-ક્રીમીલેયર જેવા વિવિધ પ્રમાણપત્રો,
રાશનકાર્ડ, આધારકાર્ડ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ, હેલ્થ વેલનેસ કાર્ડ, કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ
વિકાસ અને પંચાયત વિભાગની વિવિધ યોજનાઓ હેઠળના વ્યક્તિગત લાભો, સિનિયર સિટિઝન પ્રમાણપત્ર,
ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય), નિરાધાર વૃદ્ધ સહાય તેમજ જમીનમાં નવી હક્કનોંધ દાખલ
કરવા જેવી વિવિધ સેવાઓ માટે અરજીઓ કરી શકાશે તેમ પાલિતાણા મામલતદારશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું
છે.


















Recent Comments