અમરેલી

જિલ્લા પંચાયત અમરેલી હસ્તકના આયુર્વેદ આયુષ્માન આરોગ્ય મંદિરોમાં યોગ ઇન્સ્ટ્રક્ટરની કરાર આધારિત ભરતી

અમરેલી જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા હસ્તકના આયુષ્માન આરોગ્ય મંદિરોમાં મહિલા અને પુરૂષ યોગ ઇન્સ્ટ્રક્ટરની કરાર આધારિત ભરતી કરવામાં આવશે.

૧૧ માસ માટે પાર્ટટાઇમ કરાર આધારિત સેન્ટરદીઠ એક પુરૂષ ઉમેદવારોની ૧. નડાળા, ૨. સરસિયા, ૩.જુના વઘાનિયા, ૪. અનીડા, ૫. કડિયાળી માટે આવશ્યકતા છે. આ જગ્યા પર કલાકના રૂ. ૨૫૦ લેખે મહત્તમ ૩૨ કલાકના માસિક રૂ. ૮,૦૦૦ વેતન આપવામાં આવશે.

જ્યારે મહિલા યોગ યોગ ઇન્સ્ટ્રક્ટરની પાર્ટટાઇમ કરાર આધારિત ભરતી ૧. ચાડિયા, ૨. જુના વઘાનિયા, ૩. અનીડા, ૪. પટવા, ૫.પીઠવડી સેન્ટર માટે ૦૧ કલાકના રૂ. ૨૫૦ લેખે મહત્તમ ૨૦ કલાકના માસિક રૂ.૫,૦૦૦ લેખે ૫ મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટરની આવશ્યકતા છે. 

ઉમેદવારો સરકાર માન્ય સંસ્થા કે યુનિવર્સિટી અથવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોગ વિષય સાથે પ્રાપ્ત કરેલ ડિગ્રી, ડિપ્લોમા, સર્ટિફિકીટની લાયકાત ધરાવતા હોવા જોઈએ.

માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના ઓરિજનલ પ્રમાણપત્રો, રહેણાક-ઓળખના પુરાવા અને તેની સ્વ-પ્રમાણિત નકકલ સાથે દર ગુરૂવારે યોજનાર ભરતી કેમ્પમાં સવારે ૧૧.૦૦ થી ૧.૦૦ કલાક દરમિયાન આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, અમરેલી ખાતે વોક ઇન ઇન્ટરવ્યુ માટે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે.

આ ભરતી કેમ્પ જ્યાં સુધી જગ્યા ખાલી હશે ત્યાં સુધી યોજાશે. ઉમેદવારની પસંદગી સમિતિએ નક્કી કરેલા મેરિટના ઘોરણે કરવામાં આવશે, જેમાં માન્ય યોગ વિષય સાથે પ્રાપ્ત કરેલી ડિગ્રી, ડિપ્લોમા, સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. આ ભરતી બાબતના તમામ અધિકારો સમિતિને બાધિત રહેશે તેમ અમરેલી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી એ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts