અમરેલી

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર સ્પષ્ટતા: જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

રાજ્યના અમુક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની ફેલાયેલી અફવાઓ વચ્ચે આજરોજ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ સ્પષ્ટતા કરી હતી.

જિલ્લા પુરવઠા અધિકારી શ્રી કુંભાણીએ જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં તમામ ૧૫૦ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. નાગરિકોએ ખોટી અફવાઓથી ગેરમાર્ગે દોરવાવું નહીં અને ખોટી અફવાઓ ફેલાવવી નહીં. ઉપરાંત પેટ્રોલ અને ડીઝલની સંગ્રહખોરી કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે ઉમેર્યું કે, એલ.પી.જીની કુલ ૨૬ એજન્સીમાં પણ ગેસનો પુરતો સ્ટોક ઉપલબ્ધ છે.

ઉલ્લેખનીય છે કે, શહેરી વિસ્તારમાં કુલ ૨૫ દિવસ બાદ રાંધણ ગેસ બોટલનું બુકિંગ થઈ શકશે જ્યારે આ મર્યાદા ગ્રામ્યમાં ૪૫ દિવસની રાખવામાં આવી છે. પાઈપ્ડ નેચરલ ગેસ કનેક્શન (પી.એન.જી) મેળવવા માટે લોકો સ્વંય જાગૃત્ત બને અને નોંધણી કરાવે તે માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ જાહેર જનતાને અનુરોધ કર્યો હતો.

Related Posts