દામનગર શહેર માં પટેલ વાડી ખાતે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા ઉનાળા નું અમૃત ગણાતી છાસ વિતરણ કેન્દ્ર નો વિદ્વાન ભાગવતાચાર્ય પૂજ્ય ભક્તિગીરી માતાજી ના વરદહસ્તે પ્રારંભ કરાયો હતો દૈનિક હજારો ઘર પરિવાર સુધી વિના મૂલ્યે ઉનાળા ની ગિષ્મ ઋતુ માં નિયમિત છાસ મળે તેવા સુંદર આયોજન સાથે આજે ભગવાન શ્રી રામલલ્લા ના જન્મોત્સવ ના પાવન દીને વિના મૂલ્યે નિયમિત સવારે ૬-૦૦ કલાક થી ૭-૦૦ સુધી પટેલ વાડી ખાતે થી છાસ મેળવવા જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો હતો છાસ વિતરણ કેન્દ્ર ના પ્રારંભ પ્રસંગે પૂજ્ય ભક્તિગિરી માતાજી એ સુંદર સંદેશ આપતા જણાવ્યું હતું કે છાસ એ પ્રસાદ છે અને પ્રસાદ હમેશા વેચી ને આરોગી શકાય છાસ વિતરણ કેન્દ્ર ના પ્રારંભ પ્રસંગે અનેક વિધ સેવા સંસ્થાન ના અગ્રણી ઓ ભગવાનભાઈ નારોલા દામનગર નગર પાલિકા ના પૂર્વ પ્રમુખ ગોબરભાઈ નારોલા અમરશીભાઈ નારોલા મનસુખભાઇ નારોલા જયતિભાઈ નારોલા સુરેશભાઈ મકવાણા દીપકભાઈ રાવળ હરેશભાઇ વ્યાસ ગોરધનભાઇ આસોદરિયા ભોળાભાઈ બોખા ભીખાભાઈ કાનાણી જીતુભાઇ બલર દેવચંદભાઈ આલગિયા બુધાભાઈ વનરા લાલજીભાઈ સિદ્ધપરા લાભુભાઈ નારોલા ઇન્દુભાઈ નારોલા રાજેશભાઇ પરમાર રવજીભાઈ નારોલા હસુભાઈ ભડકોલિયા નટુભાઈ આસોદરિયા કરમશીભાઈ કાસોદરિયા કાનભાઈ સિદ્ધપરા કાળુભાઇ નારોલા સહિત અનેક સ્વંયમ સેવી કાર્યકરો ની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર નો ભવ્ય પ્રારંભ કરાયો હતો સેવા સમર્પણ અને સમાજ ઉપીયોગી પ્રવૃત્તિ બદલ રાજીપો વ્યક્ત કરતા પૂજ્ય ભક્તિગીરીજી અને અગ્રણી સમગ્ર જીવદયા નંદી સેવા ટ્રસ્ટ ની સેવા ની સરાહના કરી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી
જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા ઉનાળા નું અમૃત છાસ વિતરણ કેન્દ્ર નો પટેલ વાડી ખાતે ભાગવતાચાર્ય ભક્તિગીરી ના હસ્તે પ્રારંભ














Recent Comments