તળાજા તાલુકાના હબુકવડ ખાતે કાર્યરત શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ પોતાના પરિણામ માટે સમગ્ર વિસ્તારમાં પ્રખ્યાત છે. ચાલુ વર્ષે પણ શાળાએ આ પરંપરા જાળવીને તાજેતરમાં જાહેર થયેલ ધોરણ – 10 ના પરિણામમાં ઇતિહાસ સર્જ્યો છે. શાળાના કુલ 93 વિદ્યાર્થીઓએ ધોરણ – 10 ની બોર્ડની પરીક્ષા આપી હતી , જેમાં 92 વિધાર્થીઓ ખૂબ ઉચ્ચ પરિણામ સાથે પાસ થઈને શાળાની સફળતામાં વધુ એક કલગી અંકિત કરી છે .
શાળાના અંકિતાબેન બોળિયા (ભદ્રાવળ- 1 ) 99.50 PR , જૈનિશ જાની (માખણિયા) 98.82 PR , ધરતીબેન ભટ્ટ (પીપરલા) 98.72 PR , ઋષિતાબેન ચોવટિયા (સમઢિયાળા ) 98.61 PR , કુલદીપ સિંધવ (હબુકવડ ) 98.38 PR સાથે ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યું છે. શાળાના 23 બાળકોએ A 1 ગ્રેડ મેળવી ઇતિહાસ સર્જ્યો. તેમજ શાળાના 23 બાળકોએ A 2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
કર્મયોગ વિદ્યાસંકુલે ધોરણ 10 અને ધોરણ 12 ના પરિણામમાં મેળવેલી અદ્વિતીય સફળતા બદલ વાલીઓમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો હતો. શાળાના પ્રવેશ માટે પણ વાલીઓમાં એક પ્રકારનો ઘસારો જોવા મળ્યો હતો. શાળા દ્વારા મેળવેલ આ ઐતિહાસિક પરિણામ બદલ શાળા સંચાલકો દ્વારા સાયન્સમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિધાર્થીઓ માટે ખાસ શિષ્યવૃતિ જાહેર કરવામાં આવી છે . શાળાએ મેળવેલી આ સિદ્ધિ બદલ સંચાલકોએ તમામ વિધાર્થીઓ અને શાળા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.


















Recent Comments